Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

રવિવારે રઘુવંશી સમાજનો પરીચય મેળો

લોહાણા યુવક પ્રગતિ મંડળ દ્વારા ગ્રેજયુએટ યુવક-યુવતિઓ માટે આયોજન : દેશભરમાંથી રપર યુવકો અને ૧૬૭ યુવતીઓ ભાગ લેશેઃ ડીરેકટરીનું વિમોચનઃ ઉમેદવારોને નિઃશુલ્‍ક બીએસએનએલનું સિમકાર્ડ અપાશેઃ થેલેસેમીયા ટેસ્‍ટનું પણ આયોજન

રાજકોટ તા. ૧૯ : શ્રી લોહાણા યુવક પ્રગતિ મંડળ રાજકોટ ૬૩ વર્ષથી અનેકવિધ સામાજીક સેવાકિય પ્રવૃતિઓ કરે છે.  અંતર્ગત રઘુવંશી સમાજના ગ્રેજયુએટ-પોષ્‍ટ ગ્રેજયુએટ યુવક-યુવતીઓ માટે ૮મો પરિચય પસંદગી મેળો ર૦૧૮ નુ રાજકોટ અટલબિહારી બાજપાઇ ઓડીટોરીયમ પેડકરોડ, આર્યનગર, ખાતે તા.ર૩ના રવિવારે સવારે ૯ થી સાંજના પ સુધી આયોજન કરવામાં આવ્‍યું છ.ે

આ પરિચય પસંદગી મેળવામાં કુલ ૪૧૯ ગ્રેજયુએટ યુવક યુવતીઓ ભાગ લઇ રહ્યા છે જેમાં રાજકોટ-સૌરાષ્‍ટ્ર-કચ્‍છ-ગુજરાત, મહારાષ્‍ટ્ર, પંજાબ, ગોવા-ઇન્‍દોર, સહિતના શહેરોમાંથી ઉચ્‍ચ અભ્‍યાસ સાથે ગ્રેજયુએટ થયેલા યુવક યુવતીઓ પરિચય મેળામાં સામેલ થશે. વિશાળ સ્‍ક્રીન પર પરિચય પસંદગી મેળાનું લાઇવ ટેલીકાઇટ પણ કરવામાં આવશે.  તમામ યુવક યુવતીઓને રાજકોટ દ્વારા નવુ સીમકાર્ડ ટોકટાઇમ વેલીડીટી સાથેનું વિનામુલ્‍યે આપવમાં આવશે. જે માટે આધાર કાર્ડની  મુંચેશ સામે રાખવી ફરજીયાત રહેશે.

દિકરા-દિકરી વાલીઓ વચ્‍ચે ગ્રુપ મીટીંગ કરાવવામાં આવશે.

આ પ્રસંગે ગ્રેજયુએટ યુવક યુવતીઓની બાયોડેટા સાથેની ડિરેકટરીનુ વિમોચન પણ કરવામાં આવશે. દિકરા-દિકરીની પુરતી વિગતો આપવામાં આવેલ છ.ે

૮ મો પરિચય પસંદગી મેળો શ્રીમતી કાશ્‍મીરાબેન નથવાણી, (કાર્યકારી પ્રમુખશ્રી રાજકોટ)ના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયો.

દિપ પ્રાગટય કમલેશભાઇ મીરાણી (પ્રમુખ શહેર ભાજપ)ના, હસ્‍તે કરવામાં આવશે. મુખ્‍ય મહેમાનો જયસુખભાઇ જસાણી ટ્રસ્‍ટી સ્‍વ. ધીરજલાલ નારાણદાસ જસાણી ચે. ટ્રસ્‍ટ. મેટાલીક એન્‍ટરપ્રાઇઝ રાજકોટ, રાજુભાઇ જસાણી ડાયરેકટર વેદમાતા કોલ્‍ડ સ્‍ટોરેજ પ્રા. લી. મેટોડા, રાજકોટ તથા નરેન્‍દ્રભાઇ નથવાણી સીતારામ એન્‍ટરપ્રાઇઝ રાજકોટ, જીમ્‍મીભાઇ દક્ષિણી, પી. પ્રભુદભાસ એન્‍ડ કાું. રાજકોટ શ્રી નટુભાઇ કોટક, ચેરમેનશ્રી લોહાણા સેવા મંડળ ટ્રસ્‍ટ શ્રી રમેશભાઇ ધામેચા, પૂર્વ ઉપપ્રમુખશ્રી રાજકોટ લોહાણા મહાજન, અમીતભાઇ રાયઠ્ઠઠા, ક્રિષ્‍ન ક્રાફટ રાજકોટ, કનુભાઇ હિન્‍ડોચા, પી. એ. ટુ મેયર, હરેશભાઇ રૂપારેલીયા, સેક્રેટરી રાજકોટ મ્‍યુ. કોર્પોરેશન, મનુભાઇ મીરાણી, જગુભાઇ રૂપારેલીયા, મુકેશભાઇ તન્ના, તથા સૌરાષ્‍ટ્ર -કચ્‍છ - ગુજરાતના તમામ મેરેજ બ્‍યુરોના સંચાલકો તથા જનકભાઇ કોટક, મીતલભાઇ ખેતાણી, રાજુભાઇ પોબારૂ, યોગેશભાઇ પૂજારા, રાજદેવભાઇ, સંજયભાઇ કકકડ, રીટાબેન કોટક, ડો. પરાગભાઇ દેવાણી, ધવલભાઇ ખખ્‍ખર, સુરેશભાઇ કાથરાણી, વિ. ઉપસ્‍થિત રહેશે.

આયોજનને સફળ બનાવવા સંસ્‍થાના હોદેદારો સર્વશ્રી યોગેશભાઇ જસાણી, ડો. નીતીનભાઇ રાડીયા, હિતેશભાઇ પોપટ, પ્રકાશભાઇ સુચક, પરેશભાઇ તન્ના, વેવિશાળ માહિતી કેન્‍દ્રના તમામ કન્‍વીનરો સર્વશ્રી જયંતભાઇ બુદ્ધદેવ, નરેન્‍દ્રભાઇ તન્ના, પિયુષભાઇ તન્ના, રાજુભાઇ સેજપાલ, જયદીપભાઇ રાજવીર, હોદેદારો શ્રી જીમ્‍મીભાઇ દક્ષિણી, મનસુખભાઇ કોટેચા, અલ્‍પેશભાઇ માનસેતા, અજયભાઇ ઠકરાર, અશોકભાઇ હિન્‍ડોચા, સંજયભાઇ કક્કડ, પ્રકાશભાઇ કક્કડ, ભુપેન્‍દ્રભાઇ કોટક, પાર્થ જસાણી, મીત રાચ્‍છ, જય ઘેલાણી, વિનોદભાઇ બુદ્ધદેવ, દિનેશભાઇ-કમલનયન ભાયાણી, ઉદયભાઇ લાખાણી જહેમત ઉઠાવી રહયા છે.(તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(10:18 am IST)