Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

હાઈકોર્ટના ચૂકાદાને ૬ મહિના થયા છતા સચિવાલયના અમલદારો અમલ કરતા નથીઃ પેન્શનરનો બળાપો

બહેરા-મુંગા પુત્રનું નામ ફેમીલી પેન્શનમાં દાખલ કરવા અંગે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે

રાજકોટ, તા. ૧૮ :. પશુપાલન વિભાગ-રાજકોટના નિવૃત ઓફિસર જે.પી. દવેએ એક નિવેદનમાં ઉમેર્યુ છે કે મારા પુત્ર અસીત દવે બહેરા-મુંગા છે.

તેમણે ઉમેર્યુ છે કે, હાઈકોર્ટમાંથી મારા પેન્શનમાં પુત્ર અસીત દવેનું નામ ફેમીલી પેન્શન તરીકે દાખલ કરેલ તે તા. ૧૫-૨-૨૦૧૮ના અમારી ફેવરમાં હાઈકોર્ટે ચુકાદો આપેલ છે.

આ નિવૃત ઓફિસર શ્રી દવેએ ઉમેર્યુ છે કે, આમ છતા આજ દિવસ સુધી સચિવાલય-ગાંધીનગરના કૃષિ અને સરકાર વિભાગ (પશુપાલન વિભાગ)ના અમલદારોએ મારા પુત્રનું નામ દાખલ કર્યુ નથી અને મારા પુત્રના પત્રોનો કોઈપણ જાતનો નિવેડો લાવેલ નથી.

તેમણે ઉમેર્યુ હતુ કે હું ૮૭ વર્ષનો પેન્શનર છું. મારા પત્ની અવસાન પામ્યા છે. મારા પુત્રને ફેમીલી પેન્શન મળે તે સંદર્ભે હાઈકોર્ટ સુધી કાર્યવાહી કરી, હાઈકોર્ટે ફેવરમાં ચુકાદો આપ્યો છતા આ ચુકાદાને ગુજરાત સરકારના અમલદારો ઘોળીને પી ગયા છે.

(4:06 pm IST)