Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

બેન્ક ઓફ ઈન્ડીયા દ્વારા ૧૧ જીલ્લાની ૧૦૦થી વધુ શાખાઓનું સંમેલન યોજાયું: કામકાજની સમીક્ષા

સમસ્યાઓ જાણવામાં આવીઃ આત્મમંથન કરાયું: ભાવિ વ્યુહરચનાઓ ઘડવામાં આવીઃ રાષ્ટ્ર નિર્માણમાં બેન્કની મહત્વની ભૂમિકાઃ પાંચ ટ્રીલીયન ડોલરની ઈકોનોમી માટે બેંકનો રોડમેપ નક્કી કરાયો

રાજકોટ, તા. ૧૯ :. કેન્દ્ર સરકારના નિર્દેશથી બેંક ઓફ ઈન્ડીયા દ્વારા ૧૧ જીલ્લાની ૧૦૦થી વધુ બ્રાંચના કામકાજની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ શું કરવાથી રાષ્ટ્રને ફાયદો થાય અને ગ્રાહકોને ફાયદો થાય એ બાબત ઉપર બે દિવસ મંથન કરવામાં આવ્યું હતું તેમ બેંકના વિવેક વાહી જનરલ મેનેજર હેડ ઓફિસ રાજેષ કુમાર, ડે. ઝોનલ મેનેજર મનોજ કુમાર, ઝોનલ મેનેજર તથા તુષાર હાટેએ પત્રકારોને જણાવ્યુ હતુ.

તેમણે જણાવ્યુ હતુ કે, બેંક ઓફ ઈન્ડીયા દ્વારા બેન્કના વિચાર, કામગીરીની સમીક્ષા રાષ્ટ્રીય અગ્રતાઓ તેમજ ભવિષ્યની વ્યુહરચના માટે તા. ૧૭ તેમજ ૧૮ ઓગષ્ટના રોજ રાજકોટ અંચલમાં આવેલ તમામ શાખાઓનું સંમેલન યોજાયું હતું. જેમા બેન્કો દ્વારા સૂક્ષ્મ તેમજ બહોળા સ્તરે પડતી સમસ્યાઓ, આત્મમંથન અને ભવિષ્યની વ્યુહરચના વિષયે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. આ સંમેલનનો મુખ્ય મુદ્દો બેન્કના ધિરાણને ઉચ્ચત્તમ ટેકનોલોજી સાથે વિવિધ ક્ષેત્રમાં લાભ આપવા અને બેન્કિંગ ક્ષેત્રને વિવિધ નાગરીક કેન્દ્રીત બનાવી વરિષ્ઠ નાગરીક, ખેડૂતો, નાના ઉદ્યોગકારો ઉદ્યોગ સાહસિકો, યુવાનો, વિદ્યાર્થીઓ અને મહિલાઓની જરૂરીયાતો અને મહત્વાકાંક્ષા માટે વધુ પ્રતિભાવ આપવાનો વિચાર રજુ કરવામાં આવ્યો હતો.

આ સંમેલનમાં વિવિધ પ્રકારના મુદ્દાઓ જેમ કે ડીજીટલ પેમેન્ટ, રાષ્ટ્રીય બેન્કોમાં કોર્પોરેટ શાસન, એમએસએમઈ ક્ષેત્ર માટે ધિરાણ, કૃષિ, નિકાસી ધિરાણ, નાણાકીય સુવિધાઓ કેન્દ્ર સરકારની પાંચ ટ્રીલીયન ડોલરના અર્થતંત્ર તરફ જવામાં બેન્કોની ભૂમિકાને ધ્યાનમાં રાખીને રોડમેપ નક્કી કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં આર્થિક વૃદ્ધિ માટે ધિરાણ સહાય, ઈન્ફ્રાસ્ટ્રકચર / ઉદ્યોગ, ફાર્મ સેકટર અને બ્લુ ઈકોનોમી, જલ શકિત, એમએસએમઈ સેકટર અને મુદ્રા લોન, એજ્યુકેશન લોન, એકસપોર્ટ ક્રેડિટ, ગ્રીન ઈકોનોમી જેવા ક્ષેત્રોમાં વિવિધ રાષ્ટ્રીય પ્રાથમિકતાઓમાં બેન્કના યોગદાનની પણ સમીક્ષા કરવામાં આવી હતી અને સ્વચ્છ ભારત, નાણાકીય સમાવેશ અને મહિલા સશકિતકરણ, સીધા લાભ સ્થાણાંતર, કેશ લેસ / ડિજીટલ અર્થતંત્ર, જીવનસ્તર સુધારણા, સ્થાનિક સંભવિતતાઓનો લાભ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ પ્રકારની વ્યાપક કવાયત, સામાન્ય રીતે પીએસબી અને ખાસ કરીને બેન્ક ઓફ ઈન્ડીયા નિર્માણમાં કેવી રીતે વધુ અસરકારક ભૂમિકા ભજવી શકે તે માટે અનેક અમલવારી અને નવીન સૂચનોની વિભાવનાને સરળ બનાવવા આ સૂચનો એકત્રીત કરવામાં આવ્યા હતા અને દરેક ક્ષેત્ર હેઠળ શાખાઓના તુલનાત્મક કામગીરી આકારણી સાથે, એસએલબીસી / રાજ્ય સ્તરે આગળ ચર્ચા માટે મોકલવામાં આવ્યા છે. એસએલબીસી સ્તર પછી, આંતરરાષ્ટ્રીય અને આંતર-બેંક બન્ને પ્રદર્શનની તુલના કરવા અને પીએસબીમાં અમલીકરણ માટે આગળના માર્ગ અંગેના સૂચનોને અંતિમ સ્વરૂપ આપવા માટે રાષ્ટ્રીય સ્તરે અંતિમ પરામર્શ કરવામાં આવશે.

સલાહ પ્રક્રિયાના પરિણામે શાખા સ્તરે સંમેલીત થવા ઉદ્દેશ્યની ભાવના ઉભી થઈ છે અને બેન્ક ઓફ ઈન્ડીયા ભવિષ્ય માટેનો રોડમેપ અમલમા મુકવા તેમજ તેની કામગીરીમાં સુધારો કરવા અને રાષ્ટ્રીય અગ્રતામાં આગળ વધવાની દિશામાં તૈયાર છે.

(4:34 pm IST)
  • ભારતની ટોચની દોડવીર હિમા દાસએ જીત્યો છઠ્ઠો ગોલ્ડ ;હિમાદાસ અને મોહમ્મદ અનસે ચેક રિપબ્લિકની એથલેટિક મિટિનેક રેટર ઇવેન્ટમાં જીત્યો ગોલ્ડમેડલ : પુરુષો અને મહિલાઓની 300 મીટર ઇવેન્ટ્સમાં બંનેએ ગોલ્ડ મેડલ હાંસલ કર્યા :.2 જુલાઇથી યુરોપિયન ઇવેન્ટ્સમાં હિમાનું આ છઠ્ઠું ગોલ્ડ મેડલ : અનસે 32.41 સેકન્ડના સમય સાથે પુરુષોની 300 મીટરની દોડ જીતી access_time 9:15 am IST

  • દેશના નેશનલ હાઇવે ઉપર ૧૪૦૦ એમ્બ્યુલન્સ ખડેપગે રહેશે : હાઇવે પર થતા અકસ્માતોમાં: તાત્કાલીક સારવાર મળે તે માટે સુવિધા : મોદી સરકાર દ્વારા લેવાયેલ નિર્ણયની નિતિન ગડકરીએ જાહેરાત કરી : દેશના નેશનલ હાઇવે પર ૧૪૦૦ એમ્બ્યુલન્સ તૈનાત રાખવાની તૈયારીઃ દર ૫૦ કિલો મીટરના અંતરે એક એમ્બ્યુલન્સ રાખવાની તૈયારીઃ હાઇવે પર સુરક્ષા વધારવા માટે રોડ સેફટી બોર્ડની રચના કરાશે access_time 3:53 pm IST

  • શેરબજાર ગ્રીન ઝોનમાં ર-૩૦ કલાકે સેન્સેકસ ૧૦ર પોઇન્ટ વધીને ૩૭૩૯૪ અને નીફટી ર૦ પોઇન્ટ વધીને ૧૧૦૬૮ ઉપર છેઃ ડોલર સામે રૂપિયો ૭૧.૪પ ઉપર ટ્રેડ કરે છેઃ આજે શેરબજારમાં જાહેર ક્ષેત્રની બેંકોના શેર્સ તુટયા હતા access_time 3:59 pm IST