Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

આણંદપુરની શાળા પ્રેરણારૂપ બનશે : ભુપેન્દ્રસિંહ

પ્રેમનો પટારો-આણંદપુર-મનહર પ્રા. શાળાની મુલાકાત લેતા શિક્ષણમંત્રી...

 

પ્રેમનો પટારો-દતક શાળા-wow બસની મુલાકાત લેતા ભૂપેન્દ્રસિંહ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ ગઇકાલે રાજકોટમાં કલેકટર દ્વારા શરૂ કરાયેલ પ્રેમનો પટારો...WOW બસ, તથા કલેકટર દ્વારા દતક લેવાયેલ મનહરપૂર-આણંદપર ગામની શાળાની મુલાકાત લઇ તમામ માહિતી મેળવી હતી, ભુપેન્દ્રસિંહજી સાથે કલેકટર ડો. રાહુલ ગુપ્તા, એડી. કલેકટર શ્રી પરિમલ પંડયા, અન્ય અધીકારીઓ, બાળકો પણ જોડાયા હતા. તસ્વીરમાં ભૂપેન્દ્રસિંહજીની મુલાકાત સમયે કલેકટરે વિગતો આપી તે તથા શિક્ષણ અંગે બાળકો સાથે વાતચીત કરતા મંત્રીશ્રી નજરે પડે છે.

રાજકોટ, તા. ૧૯ : રાજકોટ નજીકના આણંદપરગામની પ્રાથમિક શાળાની મુલાકાત રાજયના શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાંએ લીધી હતી.

કલેકટર ડો. રાહુલ ગુપ્તા અને વિશેષમાં તેમના પત્ની શ્રીમતી અનુજા ગુપ્તાના માર્ગદર્શન હેઠળ વિકાસ પામેલ આ શાળાની સુવિધા અને પ્રગતિની જાણકારી મંત્રીશ્રીએ મેળવી રાજીપો વ્યકત કર્યો હતો.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, બાળકો એ આપણા ભવિષ્યના નાગરિકો છે. તેમને આ શાળામાં શિક્ષણ સાથે સંસ્કારપણ અપાઇ રહ્યા છે. આ શાળાનોે સુંદર વિકાસ થયો છે.

કઇક નવું કરવાના નિસ્વાર્થ ભાવ સાથે કલેકટરશ્રીના ધર્મપત્ની શ્રીમતી અનુજાબહેને પણ શાળામાં જે ઇનોવીટીવ કાર્ય કર્યુ છે. તેની શિક્ષણમંત્રી તરીકે હું નોંધ લઇ રહયો છુ અને આ શાળા થકી બીજી અનેક શાળાને પણ પ્રેરણા મળશે.

શાળાનો કોમ્પ્યુટરલેબ, સાયન્સલેબ, સ્પોર્ટસ ગ્રાઉન્ડ, ઔષધિય ગાર્ડનની મંત્રીશ્રીએ મુલાકાત લીધી હતી. શાળાની સુવિધાઓ વિષે અનુજાબેન ગુપ્તાએ મંત્રીશ્રીને માહિતી પૂરી પાડી હતી.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કાર્યરત પ્રેમના પટારાનું નિરિક્ષણ મંત્રીશ્રીએ કરી આ કાર્યથી ખુશી વ્યકત કરી હતી.

આ પ્રસંગે અધિક નિવાસી કલેકટર પરિમલ પંડયા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ઉપાધ્યાય, પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી વ્યાસ સરપંચ જગદિશભાઇ, શિયાળા શિક્ષણ કમલેશ મહેસા તા.પ સદસ્ય બિંદુ સોલંકી આચાર્ય લતાબેન રાઠોડ, શિક્ષકો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:34 pm IST)