Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

જન્માષ્ટમીના તહેવાર પ્રસંગે

ઇન્દુબાઇ મહાસતીજી તીર્થધામમાં સોનલ સદાવ્રત યોજના સમારોહ યોજાયો

૧પ ચીજોનું વિતરણ કરાયું : ઝુપડપટ્ટીમાં પણ શ્રમીકોને વસ્તુઓ અપાઇ

રાજકોટ તા. ૧૯ : ગો.સંપ્ર.ના સૌરાષ્ટ્રના સિંહણ બા.બ્ર.પુ.શ્રી ઇન્દુબાઇ મહાસતીજી તીર્થધામમાં કાલે સવારે ભવ્યાતિભવ્ય સ્વધર્મી બંધુઓને ગરમા-ગરમ નાતો અને તેલ, ખાંડ, ગોળ, મમરા, પૌવા, ચાની ભૂકી, મકાઇના પૌવા, એસ, ખારી, પાપડ, મોતીચૂર મિઠાઇ ફરસાણ ચવાણું, સકરપરા, તીખા ગાંઠીયા, ચકરી, છાસ...આદિ વસ્તુ  દરેકને અપાયેલ છે.

આ પ્રસંગે દાતાઓ આગેવાનો  શ્રેષ્ઠીવર્યાએ હાજર રહી ખૂબજ અનુમોદના કરી હતી દર ર૦ તાીરખે સોનલ સારવાર સહાય આયોજન ચાલે છે. જેમાં દરેકને વિનામુલ્યે બધી જાતની દવા પણ અપાય છે.

આજના વિતરણના પ્રદાતા નાલંદા સંઘ, આર.આર.બાવીશી, ગિરધરભાઇ ગાંધી, રીનાબેન જીુભાઇ બેનાણી, છે. આ પ્રસંગે અશોકભાઇ મહેતા, પ્રદિપભાઇ માવાણી, જયેશભાઇ સંઘાણી, રાજીવભાઇ ઘેલાણી, નિતિનભાઇ મહેતા આદિએ હાજર રહી સેવા ભાવી હતી.

જન્માષ્ટમીના તહેવાર નિમિતે રાજકોટની ઝૂપડપટ્ટી તેમજ ગરીબ માણસોને મિઠાઇ-ફરસાણ તેમ જ નાસ્તાની અન્ય વસ્તુઓનું વિતરણ કરાયું હતું.જેમા નાલંદાના જંકશન યુવક મંડળના રાજુભાઇ મોદી, નિરવભાઇ સંઘવી, ચિરાગભાઇ કોઠારી, જયદીપભાઇ ભરવાડા, દિપેનભાઇ મહેતા, રૂઋભાઇ વખારિયા, પારસભાઇ  કાનગડીયા તેમજ અમિતભાઇ શાહે, સેવા બજાવી હતી.

પૂ. ઇન્દુબાઇ મ.તીર્થધામમાં નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાનની અસીમ કૃપાથી તા.ર૭ થી નવલાખ જાપનું ભવ્યાતિભવ્ય આયોજન થઇ રહ્યું છે જેમણે નવકારની જોડણીમાં જોડાવવું હોય તેમણે તા.ર૭ ના સવારે ૯-૧પ કલાકે ફરજીયાત હાજર રહેવાનું છે તોજ તમને નવકારની કીટ મળશે.

(4:32 pm IST)