Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

વોર્ડ નં.૩-૫-૮માં સફાઇ ઝુંબેશઃ ૧૧૪ ટન કચરાનો નિકાલ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ''વન ડે-થ્રી વોર્ડ'' સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવેલ છે. જેના અનુસંધાને આજે ઇસ્ટ ઝોનના વોર્ડ નં.૦૫, વેસ્ટ ઝોનના વોર્ડ નં.૦૮ અને સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.૦૩માં ઝુંબેશ હાથ ધરાઇ હતી. જેમાં ત્રણેય વોર્ડના ૪૪૬ વિસ્તારમાંથી ૧૧૪ ટન કચરાનો નીકાલક કવામાં આવ્યો હતો. મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઇ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઇ કાનગડ, શાસક પક્ષના નેતા દલસુખભાઇ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઇ પરમાર, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઇ ભોરણીયા, સ્થાનિક અગ્રણીઓ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ આસી.કમિશનર એસ.જે.ધડુક,આરોગ્ય અધિકારી પી.પી.રાઠોડ, નાયબ પર્યાવરણ ઇજનેર ડી.યુ.તુવર, એ.ટી.પી.એ.જે.પરસાણા, વોર્ડ એન્જીનીયર પી.આર.ભટ્ટ, તેમજ આસી.એન્જીનીયર તથા એસ.આઇ. અને એસ.એસ.આઇ. વિગેરેએ અલગ-અલગ વોર્ડમાં રૂબરૂ મુલાકાત લઇ , સફાઇ કામગીરીનું નિરિક્ષણ કર્યુ હતું. આજે થયેલ કામગીરીમાં સફાઇ ઉપરાંત, ડ્રેનેજ, સિવિલ વર્ક અને આરોગ્ય શાખાની પ્રવૃતિઓ સામેલ કરવામાં આવેલ.

(4:31 pm IST)
  • લાલુપ્રસાદ યાદવ આર્થારાઇટિસથી પીડિત :આરજેડીના અધ્યક્ષ લાલુયાદવની તબિયત લથડી : આર્થારાઇટિસની પીડિત હોવાને કારણે હાલવા ચાલવામાં તકલીફ ;રાંચી સ્થિત રિમ્સના ડોક્ટરોએ આ અંગે જાણકારી આપી access_time 1:02 am IST

  • પણજીમાં શિવરાજસિંહ ચૌહાણ બોલ્યા :નહેરુની ખોટી નીતિને કારણે ગોવાની આઝાદીમાં વિલંબ થયો ;શિવરાજસિંહે કહ્યું કે આર્ટિકલ 370ને નાબૂદ કરાતા જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ અને ગરીબીને હટાવામાં મદદ મળશે access_time 9:09 am IST

  • શેરબજાર ગ્રીન ઝોનમાં ર-૩૦ કલાકે સેન્સેકસ ૧૦ર પોઇન્ટ વધીને ૩૭૩૯૪ અને નીફટી ર૦ પોઇન્ટ વધીને ૧૧૦૬૮ ઉપર છેઃ ડોલર સામે રૂપિયો ૭૧.૪પ ઉપર ટ્રેડ કરે છેઃ આજે શેરબજારમાં જાહેર ક્ષેત્રની બેંકોના શેર્સ તુટયા હતા access_time 3:59 pm IST