Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

વાડીનાથ આશ્રમને શિવલીંગ અર્પણ

 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉ. પ્રમુખ ડો. હેમાંગ વસાવડા તથા શહેર કોંગ્રેસ સમિતિ ફરીયાદ સેલના ચેરમેન આશિષસિંહ વાઢેર દ્વારા પવિત્ર શ્રાવણમાં સુરેન્દ્રનગર જીલ્લાના થાનના વગડીયા ગામ ખાતે વાડીનાથ આશ્રમે મહાદેવનું શિવલીંગ પ્રાણ પ્રતિષ્ઠા માટે અર્પણ કરાયું હતું. આશ્રમના મહંતશ્રી સોહમબાપુ અને પંકજબાપુના આશિર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે શહેર ફરીયાદ સેલના ચેરમેન આશિષસિંહ વાઢેર, ધર્મેશભાઇ ડોડીયા, ધીરૂભાઇ મેવાસીયા, સંજય રાજપરા તથા ગામજનો, આશ્રમના સેવકો, મોટી સંખ્યામાં શિવ ભગવાનને આવકારવા ઉપસ્થિત રહ્યા હતા.

(4:29 pm IST)
  • આંધ્રપ્રદેશમાં પુરમાં ડૂબી શકે છે ચંદ્રબાબુનું ઘર :તંત્રએ ખાલી કરવા નોટિસ ફટકારી :આધ્રપ્રદેશના અધિકારીઓએ પૂરની ભયંકર સ્થિતિને લઇને પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુને કૃષ્ણા નદી કિનારાના ઘરને ખાલી કરવા નોટિસ મોકલી access_time 12:51 am IST

  • માતૃભૂમિના ભાગલા પાડનાર તમામ લોકો ગુનેગાર છે : જમ્મુ કાશ્મીરમાં 370 મી કલમ અમલી કરનાર ભારતના પ્રથમ વડાપ્રધાન નેહરુને ગુનેગાર ગણાવ્યા : ભોપાલના ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરએ શિવરાજ સિંહના મંતવ્યને સમર્થન આપ્યું : નરેન્દ્ર મોદી તથા અમિત શાહના સમર્થકોને ખરા દેશભક્ત ગણાવ્યાં access_time 8:05 pm IST

  • સાતમ-આઠમ પછી ગુજરાત-મહારાષ્ટ્ર સહિત રાજયોના પશ્ચિમ કાંઠે સારો વરસાદ પડશેઃ ખાનગી વેધર એનાલીસ્ટે ટવીટ્ કરી જણાવ્યું છે કે ૩૧ ઓગષ્ટ પછી લો-પ્રેસર (એલપીએ) ફોર્મેશન થવાની જીએફએસની આગાહીઃ દેશના પશ્ચિમના કાંઠે ફરી ભારે વરસાદની પુરી સંભાવનાઃ ગુજરાત-મહારાષ્ટ્ર-કર્ણાટક, આંધ્ર-છત્તીસગઢ-ઓડીસા સહિતના રાજયોમાં સારા વરસાદના એંધાણ access_time 11:35 am IST