Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

શોભાયાત્રાના અધ્યક્ષ પદે ધર્મેશ પટેલ, ફલોટ માટે જોઇએ એટલા ટ્રક મળશે

રાજકોટ, તા., ૧૯: વિશ્વ હિન્દુ પરીષદ પ્રેરીત શ્રી જન્માષ્ટમી મહોત્સવ દ્વારા આયોજીત શોભાયાત્રા-ર૦૧૯ની આ વખતની શોભાયાત્રાના અધ્યક્ષ પદે ધર્મેશભાઇ પટેલની વરણી કરવામાં આવી છે. તેઓ અનેક સામાજીક, ધાર્મિક અને સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે.આ અગાઉ પણ તેઓ જન્માષ્ટમી શોભાયાત્રાના અધ્યક્ષપદે રહી ચુકયા છે. તેમની ધાર્મિકવૃતી, સરળ સ્વભાવ, સમાજ માટે કાંઇક કરી છુટવાની ભાવના ધરાવતા શ્રી ધર્મેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આ વર્ષની ભવ્ય શોભાયાત્રાની તૈયારીઓને તેમના અધ્યક્ષ પદ હેઠળ આખરી ઓપ અપાઇ રહયો છે.

તૈયારીના ભાગરૂપે ગત શનિવારના રોજ શ્રી જન્માષ્ટમી મહોત્સવ કાર્યાલય ખાતે રાજકોટ ગુડઝ ટ્રાન્સપોર્ટ એસોસીએશનની એક અગત્યની ીટીંગ ળી ગઇ. શોભાયાત્રાનિમિતે ઉપસ્થિત દરેક ટ્રાન્સપોર્ટ માલીકોએ પુરેપુરો સહકાર આપવાની અને તન-મન-ધનથી કાનાના જન્મને વધાવવા સાથે હોવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. વર્ષોથી ટ્રાન્સપોર્ટ એસો. દ્વારા જન્માષ્ટમી શોભાયાત્રા નિમિતે નાના વાહનોથી લઇ મોટા ટ્રકથી લઇને જયારે પણ કંઇ પરિવહન કરવાનું થાય ત્યારે નિઃશુલ્ક વાહનોની વ્યવસ્થા કરી આપવામાં આવે છે.

દર વર્ષે જન્માષ્ટમી શોભાયાત્રાને અનુલક્ષીને ટ્રાન્સપોર્ટરો દ્વારા એટલો સુંદર સહયોગ આપવામાં આવે છે કે વાહનોમાં ડીઝલ, ડ્રાઇવર, સફાઇ, રીપેરીંગ, રંગ-રોગાન કરવા સુધીનો તમામ ખર્ચ પણ ટ્રાન્સપોર્ટર મિત્રો પોતે ભોગવી લ્યે છે. આમ દર વર્ષે તેમનો શોભાયાત્રાને સફળ બનાવવામાં સિંહફાળો રહે છે. જેમાં રાજકોટ શહેરના અગ્રણી ટ્રાન્સપોર્ટરોશ્રી રામનાથ રોડવેઝ, નિલકંઠવર્ણી ટ્રાન્સપોર્ટ, સંજય રોડલાઇન્સ, રાધાકૃષ્ણ ટ્રાન્સપોર્ટ, સર્વોદય ટ્રાન્સપોર્ટ, અજંતા ટ્રાન્સપોર્ટ, સદગુરૂ રોડવેઝ, સુગમ પરિવહન લી. , ડાંગર ટ્રાન્સપોર્ટ કાુ. દિપક કાર્ગો ુવર્સ, મહાવીર ટ્રાન્સ લીંક, એબીસી કાર્ગો મુવર્સ, રાજધાની રોડવેઝ, ગ્લોબ કાર્ગો સર્વિસ, જામનગર ટ્રાન્સપોર્ટ સર્વિસ, નારણજી પેરાજ ટ્રાન્સપોર્ટ, લાલજી મુળજી ટ્રાન્સપોર્ટ , રાજકોટ ગોલ્ડન લોજીસ્ટીક પ્રા.લી.શ્રી આઝાદ ટ્રાન્સપોર્ટ કાુ.પ્રા.લી. રીધ્ધી સિધ્ધી કાર્ગો, શ્રી રામા ક્રિષ્ના ક્રેઇટ કેરીયર્સ, દિલ્હી રાજસ્થાન ટ્રાન્સપોર્ટ કાુ. આશાપુરા ટ્રાન્સપોર્ટ , આર.જે.ટી. ટ્રાન્સપોર્ટ, ઝાલાવાડ ટ્રાન્સપોર્ટ ન્યુ મહેતા ટ્રાન્સપોર્ટ પીએમપી ટ્રાન્સપોર્ટ જામનગર ટ્રાન્સપોર્ટ કાુ. કેરેલા ટ્રાન્સપોર્ટ કાુ. ઓમ ટ્રાન્સપોર્ટ  વસંત ટ્રાન્સપોર્ટ કાર્ગો લોજીસ્ટીક, જય ગુજરાત ટ્રાન્સ લોજીસ્ટ્રીક, જાન્વી લોજીસ્ટીક, શીવા લોજીસ્ટીક, ગીરી કાર્ગો મુવર્સ, બાલાજી ટ્રાન્સપોર્ટ ગીરી રોડલાઇન્સ, શ્રી ટ્રાન્સપોર્ટ કાુ., શ્રી સાંઇ કૃપા રોડવેઝ, શ્રી વિનાયક લોજીસ્ટીક, શ્રી ગાયત્રી એન્ટરપ્રાઇઝ, ભાવના ટ્રાન્સપોર્ટ, ગાયત્રી ટ્રાન્સપોર્ટ, દિનેશ રોડવેઝ, આનંદ ટ્રાન્સપોર્ટ, જૈન રોડલાઇન્સ, આર.આર. પેટ્રોલીયમ પ્રદીપ ટ્રાન્સપોર્ટ કાુ. એમ.આર.સી. ટ્રાન્સપોર્ટ (હસુભાઇ), જલારામ ટ્રાન્સપોર્ટ (ચંદુભાઇ) રઘુવીર ટ્રાન્સપોર્ટ, ત્રિશુલ ટ્રાન્સપોર્ટ, વ્યંકટેશ ટ્રાન્સપોર્ટ, શ્રી લક્ષ્મી રોડવેઝ શીવમ કેરીયર, એશીયન રોડવેઝ, તીરૂપતી ટ્રાન્સપોર્ટ, સમરથ પરીવહન, આઇડીયા ટ્રાન્સપોર્ટ, શ્રીરામ ટ્રાન્સપોર્ટ, શીવકૃપા ટ્રાન્સપોર્ટ, નંદા ટ્રાન્સપોર્ટ, સર્વોદય ટ્રાન્સપોર્ટ, સોમનાથ ટ્રાન્સપોર્ટ, વસંત ટ્રાન્સપોર્ટ, સદગુરૂ ટ્રાન્સપોર્ટ, ભાવના રોડવેઝ, સંજય રોડલાઇન્સ, શીવ ગણપતિ ટ્રાન્સપોર્ટ, ઇગલ પેટ્રોલીયમસ, કૃષ્ણકૃપા ટ્રાન્સપોર્ટ, શીવમ કેરીયર વિગેરે ટ્રાન્સપોર્ટરો વર્ષોથી સેવા આપી રહયા છે.

ગઇકાલે કાર્યાલય ખાતે યોજાઇ ગયેલ મીટીંગમાં દરેક ટ્રાન્સપોર્ટરોએ દર વર્ષની માફક આ વખતે પણ જેટલી જરૂર હોય તેટલા વાહનો પુરા પાડવાની નેમ કરી છે. આ બેઠકમાં રાજકોટ ગુડઝ ટ્રાન્સપોર્ટ એસો.ના સર્વશ્રી પરમરાજસિંહ ભરતસિંહ રાણા, માવજીભાઇ ડોડીયા (મમતા ટ્રાન્સપોર્ટ) શાંતુભાઇ રૂપારેલીયા (અજંતા ટ્રાન્સપોર્ટ), ભરતસિંહ રાણા (ઝાલાવડ ટ્રાન્સપોર્ટ) હસુભાઇ ભગદેવ (જલારામ ટ્રાન્સપોર્ટ ) હસુભાઇ ચંદારાણા (ત્રિકુલ ટ્રાનસપોર્ટ કાુ.) દેવજીભાઇ વાઘેલા (ડી.એમ.ડી. ટ્રાનસપોર્ટ),  વિનોદભાઇ ટીલાવત (સવાણી રોડલાઇન્સ) રાજેન્દ્રભાઇ ત્રિવેદી (શિવમ ટ્રાન્સપોર્ટ) કીરીટભાઇ લાલકીયા (શીવમ રોડવેઝ) સંજયભાઇ ભાનુશાળી  (સંજય રોડલાઇન્સ), અરજણભાઇ ભરવાડ (દ્વારકાધીશ ટ્રાન્સપોર્ટ) મુકેશભાઇ ગોસ્વામી (ડી.કે.રોડલાઇન્સ), મનુભાઇ રામાણી, (રામાણી રોડવેઝ) રમેશભાઇ સાકરીયા (આર.જે.ટી.રોડલાઇન્સ), હર્ષદભાઇ પીપળીયા (વૈભવ રોડવેઝ), ઇશ્વરભાઇ શર્મા (રાજકોટ ગોલ્ડન લોજીસ્ટીક), મહેશભાઇ ડોડીયા (મમતા ટ્રાન્સપોર્ટ) સુરેશભાઇ પાઠક (કેરેલા ટ્રાન્સપોર્ટ), યાદવ રોડલાઇન્સ, રાયધનભાઇ (ક્રિષ્નકૃપા ટ્રાન્સપોર્ટ) , જયકિશાન ટ્રાન્સપોર્ટ, બળવંતસિંહ રાણા (લક્ષ્મી ટ્રાન્સપોર્ટ), કિશોરભાઇ (શીવકૃપા ટ્રાન્સપોર્ટ), મહારાજા માર્કેટીંગ, જામનગર ટ્રાન્સપોર્ટ સર્વિસ, સૌરાષ્ટ્ર જામનગર રોડલાઇન્સ, વાલજીભાઇ નંદા (નંદા રોડવેઇઝ), મણીભાઇ ગૈર (એસ.એન.રોડવેઇઝ), પ્રતાપભાઇ (લાલજી મુળજી ટ્રાન્સપોર્ટ), લાલજીભાઇ (નારણજી પ્રસાદ ટ્રાન્સપોર્ટ કાુ.) રણજીતભાઇ (રણજીત રોડલાઇન્સ) વિગેરે ટ્રાન્સપોર્ટ જગતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.

જન્માષ્ટમી શોભાયાત્રા માટે ઘણા વર્ષોથી વિનામુલ્યે તમામ પ્રકારના નાના-મોટા વાહનો અને ડ્રાઇવર-ઇંધણ-રંગ-રોગાન-રીપેરીંગ સહીતના ખર્ચ પણ ભોગવતા તમામ ટ્રાન્સપોર્ટરોનો વિહીપ પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમીતીના તમામ હોદેદારો દ્વારા આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.

(4:23 pm IST)