Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

પત્નિએ પતિ વિરૂધ્ધ ભરણપોષણ મેળવવા કરેલ અરજી રદ કરતી કોર્ટ

રાજકોટ તા ૧૯  :  ફેમીલી કોર્ટ, રાજકોટ દ્વારા પત્નિની વચગાળાનું ભરણ પોષણ મેળવવાની અરજી રદ કરવાનો હુકમ કર્યો હતો.

આ કેસની વિગત એવી છે કે,અરજદાર રીન્કુ અનુજ વ્યાસ દ્વારા તેના પતિ અનુજ રામકૃષ્ણ વ્યાસ વિરૂધ્ધ કાયમી ભરણપોષણ તથા વચગાળાનું ભરણપોષણ મેળવવા અરજી કરેલ અને એવું કારણ દર્શાવેલ કે સામાવાળા તેના પતિ કારણ વગર મારકુટ કરે છે તેમજ શારિરીક માનસીક ત્રાસ આપે છે. અરજદાર ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને ગમે ત્યારે કાઢી મુકે તો અરજદારને આવકનું કોઇ સાધન નથી અને ભરણપોષણ કરી શકે તેમ નથી, જેથી અરજદારને કાયમી ભરણ પોષણ રૂા ૫૦,૦૦૦/- અને વચગાળાનું રૂા ૨૦,૦૦૦/- માસીક ભરણપોષણ મેળવવા અરજી કરેલ.

સામાવાળા તરફે વિગતવાર જવાબ વાંધા રજુ કરવામાં આવેલ અને જણાવેલ કે, અરજદાર ઘણા વર્ષોથી નોકરી કરી સારી એવી આવક મેળવે છે, મકાન ભાડાની આવક મેળવે છે, તેમજ લગ્ન જીવનથી થયેલ છુટાછેાડા બાદ અંદાજે રૂા ૨૦,૦૦૦/- જેવી રકમ મળેલ છે, જેથી અરજદાર જયારે ફકત સામાવાળા પતિ ઉપર આધારીત ન હોય તેવા સંજોગોમાં વચગાળાનું  ભરણપોષણ  મેળવવા  હક્કદાર ન હોય અરજી રદ થવી જોઇએ. બંને પક્ષકારોની રજુઆત ધ્યાને લીધા બાદ ફેમીલી કોર્ટ, રાજકોટના  જજ શ્રી ખુમાનસિંહ નટવરસિંહ મેઘાત દ્વારા સામાવાળા તરફે કરવામાં આવેલ દલીલો માન્ય કરી અરજદારની વચગાળાની ભરણપોષણની અરજી રદ કરવાનો હુકમ કરેલ છે.

આ કામે અનુજ રામકૃષ્ણ વ્યાસ તરફે વકીલ તરીકે  એમ..કે.પાલ, અરૂણ એમ.પાલ, જી.આર.પરમાર, શૈલેન્દ્ર એમ. મહેતા અને કલ્પેશ બી. ત્રીવેદી રોકાયેલ હતા.

(4:22 pm IST)