Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા લક્ષચંડી મહાયજ્ઞઃ પાટીદાર સમાજની પ્રગતિનો ઇતિહાસ રજ

શ્રી પટેલ સેવા સમાજ તથા શ્રી પટેલ પ્રગતિ મંડળની સંયુકત વાર્ષિક સાધારણ સભા રાજકોટ ખાતે મળીઃ સૌરાષ્ટ્રના ૪૮ જેટલા કડવા પાટીદાર સમાજને નિમંત્રણ

 રાજકોટઃ શહેરના કાલાવડ રોડ પર આવેલ સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે શ્રી પટેલ સેવા સમાજ તથા શ્રી પટેલ પ્રગતિ મંડળ - રાજકોટની વાર્ષિક સાધારણ સભા સમાજના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને મળી હતી.

 સભાના પ્રારંભે શ્રીમતી સવિતાબેન ગોપાલદાસ જાગાણી ઇકોસ્ટીક એ.સી.હોલનું જાગાણી પરિવારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.ત્યારબાદ વર્ષ ૨૦૧૮-૧૯ના બંને સંસ્થાના આવક-જાવકના હિસાબોની પારદર્શક પ્રસ્તુતિ કરવામાં આવી હતી. સમાજના સહમંત્રી તથા ટ્રસ્ટ શ્રી મનીષભાઈ ચાંગેલાએ સમાજ દ્વારા આયોજિત વિવિધ પ્રવૃત્ત્િ।ઓનો અહેવાલ રજૂ કર્યો હતો. આ ઉપરાંત તેમણે રાજકોટમાં એઈમ્સ હોસ્પીટલની સામે ઉમિયા આરોગ્ય ભવન નિર્માણ તથા સ્પીડ વેલ પાર્ટી પ્લોટની બાજુમાં આકાર પામનાર શ્રી પટેલ પ્રગતિ મંડળ સંચાલિત શ્રી નંદલાલ લક્ષમણભાઈ માંડવીયા મલ્ટીપર્પઝ હોલ ની વિગતો રજુ કરી હતી. તેણે સમાજલક્ષી , શૈક્ષણિક , આરોગ્યલક્ષી, તથા ઓદ્યોગિક પ્રવૃત્ત્િ।ઓની વિકાસ પર વિશેષ ભાર મૂકયો હતો.આ પ્રવૃત્ત્િ।ઓને ફોકસ કરવાના હેતુથી સૌરાષ્ટ્રભરના ૪૮ કડવા પટેલ સમાજને આ સભામાં નિમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમણે માં અમૃતમ કાર્ડ તથા બિન અનામત યોજના ની માહિતી દ્યર-દ્યર સુધી પહોચાડી તેનો લાભ લેવા સમાજના હોદ્દેદારોને અપીલ કરી હતી.

 તા.૧૮ થી ૨૨ ડીસેમ્બર ૨૦૧૬ના રોજ ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા યોજાનાર લક્ષચંડી મહાયજ્ઞની માહિતી આપવા મહોત્સવ તેમની વિશેષ ઉપસ્થિતિ હતી.ઊંઝા મંદિર ના પ્રમુખશ્રી મણીભાઈ પટેલ(મમ્મી) લક્ષચંડી યજ્ઞ નો સંપૂર્ણ ચિતાર તથા પાટીદાર સમાજ ની પ્રગતિ નો ઈતિહાસ રજૂ કર્યો હતો.ઊંઝા સંગઠન સમિતિના ચેરમેન શ્રી પ્રવિણભાઈ પટેલ ગુજરાતભરમાં સમાજના સંગઠન મજબૂત કરવા પર ભાર મુકયો હતો. તથા તેમણે લક્ષ ચંડી યજ્ઞ ની સંપૂર્ણ બ્લુપ્રિન્ટ રજૂ કરી આ ઐતિહાસિક યજ્ઞમાં ઉમટી પડવા અપીલ કરી હતી.ઊંઝાના કારોબારી સભ્ય શ્રી ડો.વિનોદભાઈ પટેલ(પાલનપુર) UPSC/GPSC ની પરીક્ષાઓ અંગે ગુજરાતભરમાં વ્યાપક જાગૃતિ લાવવા સમજને અપીલ કરી હતી.કે.પી.વિદ્યાર્થીભવને અમદાવાદના શ્રી. સતીષભાઈ પટેલ સમાજમાં શૈક્ષણિક સંસ્થાઓના સર્જન અને અપગ્રેડેશન પર ભાર મુકયો હતો.

  સભાની પ્રારંભે સમાજનાક કાર્યકર સ્વ.અનસુયાબેન રતિલાલ વાછાણી આકસ્મિક નિધન અંગે બે મિનિટ મોન પાળી શ્રદ્ઘાંજલિ આપી હતી. સ્વાગત પ્રવચન સમાજના મંત્રીશ્રી કિશોરભાઈ દ્યોડાસરાએ તથા આભાર વિધિ સમાજના વરિષ્ઠ ટ્રસ્ટી શ્રી નંદલાલભાઈ માંડવિયાએ કરી હતી. સમાજ દ્વારા આયોજિત માં અમૃતમ કાર્ડ યોજના પ્રોજેકટમાં  સહકાર આપવા બદલ તથા બિન અનામત આયોગના સફળ અમલીકરણ માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી નો આભાર માનતો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.શ્રી. પટેલ પ્રગતિ મંડળ ના મંત્રી શ્રી સંજયભાઈ કનેરીયા એ આ પ્રસ્તાવના રજૂઆત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો એ.જે.એમ.પનારા તથા મેહુલ ભાઈ ચાંગેલાએ કર્યું હતું.

 આ પ્રસંગે ટ્રસ્ટી મંડળ માંથી સમાજ ના ઉપપ્રમુખ શ્રી નરોતમભાઈ કણસાગરા, ખજાનચીશ્રી કાન્તીભાઈ મુલાકાતી , ટ્રસ્ટી શ્રી વિઠલભાઈ ઝાલાવડીયા , મગનભાઈ ધીંગાણે , નાથાભાઈ કાલરીયા, જયંતીભાઈ કાલાવડીયા, મનસુખભાઇ જાગાણી , જમનભાઈ ભલાણી , અને શ્રી પટેલ પ્રગતિ મંડળ ના ઉપપ્રમુખશ્રી પ્રવીણભાઈ ગરાળા, ખજાનચી શ્રી જગદીશભાઈ પરસાણીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

સાધારણ સભામાં   સમાજના ભામાશા દાતાશ્રી કાન્તીભાઈ રામ(અમદાવાદ) , શ્રી ખેતશીભાઈ પટેલ(સુરેન્દ્રનગર) શ્રી મગનભાઈ જાવિયા (અમદાવાદ), જયંતીભાઇ ફળદુ, શ્રી ભુપતભાઈ ગામી (અમદાવાદ), શ્રી હિતેશભાઈ પટેલ (ઊંઝા)નો સમાવેશ થાય છે. તથા સૌરાષ્ટ્રના કડવા પાટીદાર સમાજના હોદેદારોમાંથી ગોપાલભાઈ ખાનપરા – કેશોદ , રવજીભાઈ કણસાગરા –તાલાળા , હિરેન ભાઈ ખાંટ - જામજોધપુર, લલીતભાઈ ઉકાણી – ધોરાજી, જે.એમ.માકડીયા - ભાયાવદર , વિઠલભાઈ કલોલા – માણાવદર, પ્રજ્ઞેશભાઈ સુરાણી – વાંકાનેર , ચીમનભાઈ ગરાળા – જેતપુર , માધવજીભાઈ નાંદપરા – જુનાગઢ , ઠાકરશીભાઈ જાવિયા- માળિયા હાટીના વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:15 pm IST)