Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

પૂ. ભાનમાએ યુ. કે.માં ૪૦ વર્ષ પહેલા પૂ. જલાબાપાનું મંદિર બનાવેલું

રાજકોટ (ભીલવાસ સ્થિત શ્રી જલારામ મંદિર)માં સંતમાતા પૂ. ભાનુમાએ દાયકાઓ સુધી સેવા કરેલીઃ આજે વિશ્વવિખ્યાત બની ગયેલા આ મંદિરમાં તેજસભાઇ, ધર્મપત્ની જયશ્રીબેન, પુત્ર પ્રણવભાઇ, દીકરી અમૃતા અને મીરા પૂજા અર્ચના કરે છેઃ રક્ષાબંધન-સ્વાતંત્ર પર્વ જેવા તહેવારો સાથે ગુજરાતી શાળા, હિન્દુ ધર્મના વર્ગો, ભજન-ભોજનના બારમાસી ઉત્સવ ચાલુ છેઃ લેસ્ટરમાં ઘરે-ઘરે ધુન-ભજનોની રમઝટ બોલાવીઃ  મંદિરનું નિર્માણ કાર્ય ન અટકે એ માટે પોતાનો પાસપોર્ટ ગિરવે મૂકી પ૦૦ પાઉન્ડ ઉછીના લીધાઃ  તેજસભાઇ મૂર્તિ લઇને યુ. કે. ગયા હતા

રાજકોટ તા. ૧૯:- આજથી ૪૦ વર્ષ પહેલા ૧પમી ઓગસ્ટ ૧૯૭૯ના રોજ રાજકોટના જલારામબાપાના અખંડ ભકત સંતમાતા પૂજય ભાનુમાં દ્વારા યુ. કે.માં સૌ પ્રથમ જલારામ મંદિરની સ્થાપના થઇ હતી. જલાબાપાની પ્રેરણા થતાં શ્રીરામ અને શ્રી જલારામ બાપાની મૂર્તિઓ બનાવવાનું કહી બ્રિટનમાં કડકડતી ઠંડીમાં એક સાદડી સાથે ખૂલ્લા પગે ચાલી નીકળ્યા. અજાણ્યા બ્રિટનમાં બાપા જલારામના રટણ સાથે ઘરે ઘરે જઇને ભજન કીર્તનની ધૂમ મચાવી બાપાની કિર્તિમાન મુલ્યોનાં ગુણગાન ગાયા. સૌરાષ્ટ્રના સંત શ્રી જલારામ બાપાનું મંદિર લેસ્ટરમાં થવું જ જોઇએ.

શેઠ પ્રોપર્ટીવાળા અમૃતભાઇ શેઠ મળી ગયા. મેરે રોડ ઉપર મકાન દેખાડયું. ૩-૪ મહિનાની અખંડ ભકિતમાંથી જે કાંઇ પૈસા આવ્યા તે આપ્યાં છતાં પ૦૦ પાઉન્ડ ખૂટતા હતાં. લોકોનો અઠવાડિયાનો પગાર પ થી ૮ પાઉન્ડ હતો, તો પૈસા ભેગા કરવા  તે મોટી મુશ્કેલી હતી એટલે પોતાનો પાસપોર્ટ શેઠભાઇને ત્યાં ગીરવે રાખ્યોને કહૃયું, પૈસા ભરૂ પછી મને આપજો. સવારથી રાત્રિ સુધી ભજન કિર્તન કરીને ઘરે પાછા ફર્યા ત્યારે નાનકડી દીકરી સીમા માં સાથે પ્રસાદ લેવા માટે રાહ જોતી હતી. મમ્મી ચંદ્રિકાબેન રાઠોડ કહે સવારના કોઇ ભાઇ એક કવર આપી ગયા છે. બાપાના ફોટા પાસેનું જુનું કવર ઉઘાડતા તેમાં પરફેકટ પ૦૦ પાઉન્ડ હતા. બાપાનું કામ જલાબાપા જ ઉકેલે છે. બાપાએ સંતમાતા પૂ. ભાનુમાનાં અનેક સંકલ્પો પૂર્ણ કર્યા છે. દિકરા તેજસ ભાઇને ફોન કર્યો તેમના નામ જેવા ગુણ. પોર્ટુગલના ટોચના ૧૦ ભારતીય ઉદ્યોગપતિઓ માહેના શ્રી તેજસભાઇ કક્કડે બંને મૂર્તિઓને જીવની જેમ સાચવી ૩-૪ દિવસે એર ઇન્ડીયામાં પોતાની સીટની બાજુની સીટમાં મૂર્તિને લાવ્યા. લેસ્ટરના શ્રી વસંતભાઇ અને શ્રી સુરેશભાઇ કચેલા રાત્રીના ૩ કલાકે પોતાની વાનમાં મૂર્તિ લેવા હિથ્રો એરપોર્ટ ગયા, તેજસભાઇ મુર્તિ સાથે લેસ્ટર આવીને સંતમાતા પૂ. ભાનુમાના આદેશથી કાર્ય પૂર્ણ કર્યુ. યુ. કે. અને યુરોપનું પ્રથમ જલારામ મંદિર સ્થપાયું. આજે તેજસભાઇ તેમના પત્ની જયશ્રીબેન, દિકરા પ્રણવભાઇ (મો.૦૦૪૪૭૮૮૯૭૯૧૧૧૧), દીકરી અમ્રીતા અને મીરા ધાર્મિકતા સાથે ખૂબ સેવા કરે છે. તેજસભાઇના બહેન શ્રીમતી રૂપાબેન હિતેષકુમાર રાયચૂરા પણ લેસ્ટરમાં અનેક ધર્મના કાર્યો કરે છે.

આ ૧પમી ઓગસ્ટના વિશિષ્ટ કાર્યક્રમમાં બાપાના બાળકો માટેના નવતર ભજનો સાથે આજનો યુવાન અને બાપાના જીવનમુલ્યો વિશે શ્રી મહેન્દ્રભાઇ પંડયાનો વાર્તાલાપ શ્રેષ્ઠ રહ્યો. સંતમાતા પૂ. ભાનુમાં આ મંદિર, ટ્રસ્ટીશ્રી શાંતિલાલ રૂઘનાથ ઠકકરને સોંપીને ચાલી નીકળ્યા. શ્રી શાંતિભાઇને બાપાની પ્રેરણા મળતા મેરે રોડ ઉપરથી નાબ્રોરોડ ઉપર વિશાળ મંદિર બનાવ્યું. તેમના દિકરા શ્રી પ્રમોદભાઇન ેપત્ની શ્રીમતી જસુબેનને પ્રેરણા મળતા મંદિરને વધારે ભવ્ય બનાવ્યુંને બાજુમાં શ્રી જલારામ કોમ્યુનીટી સેન્ટર પણ શરૂ કર્યુ.

આ આખા મંદિરનું સંકુલ હોમલેસ લોકોને સેવા, ગુજરાતી શાળા, હિન્દુ ધર્મના કલાસીસ, ભોજન અને ભજનનો બારમાસી ઉત્સવ ચાલતો જ રહે છે. ૪૦ વર્ષ પહેલાના કાર્યકરોને ભકતોએ ભેગા મળીને મંદિરના ૪૦ વર્ષ, રક્ષાબંધન અને સ્વતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરી હતી. ધર્મ ભાવના અને ધર્મ દિર્ઘ દૃષ્ટિવાળા સંતમાતા પૂ. ભાનુમાંને લાખ લાખ વંદન.

આજે આ મંદિરમાં લાખો શ્રદ્ધાળુઓ આવીને જીવન ધન્ય કરે છે. લેસ્ટર યુ. કે.નું વિરપુરધામ બની ગયું છે.

(4:14 pm IST)
  • પણજીમાં શિવરાજસિંહ ચૌહાણ બોલ્યા :નહેરુની ખોટી નીતિને કારણે ગોવાની આઝાદીમાં વિલંબ થયો ;શિવરાજસિંહે કહ્યું કે આર્ટિકલ 370ને નાબૂદ કરાતા જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ અને ગરીબીને હટાવામાં મદદ મળશે access_time 9:09 am IST

  • સાતમ-આઠમ પછી ગુજરાત-મહારાષ્ટ્ર સહિત રાજયોના પશ્ચિમ કાંઠે સારો વરસાદ પડશેઃ ખાનગી વેધર એનાલીસ્ટે ટવીટ્ કરી જણાવ્યું છે કે ૩૧ ઓગષ્ટ પછી લો-પ્રેસર (એલપીએ) ફોર્મેશન થવાની જીએફએસની આગાહીઃ દેશના પશ્ચિમના કાંઠે ફરી ભારે વરસાદની પુરી સંભાવનાઃ ગુજરાત-મહારાષ્ટ્ર-કર્ણાટક, આંધ્ર-છત્તીસગઢ-ઓડીસા સહિતના રાજયોમાં સારા વરસાદના એંધાણ access_time 11:35 am IST

  • હવે આવકવેરા વિભાગ કરદાતા પ્રત્યે નરમ વલણ અપનાવશે ;નાણામંત્રી સીતારામણએ આપી સલાહ ;સૂત્રો મુજબ આવકવેરા વિભાગ હવે દ્રષ્ટિકોણ બદલશે ;કડક નહિ પરંતુ મિતભાષી બનશે :જોકે કોઈપણ પ્રકારની ત્રુટિ હશે તો નજર અંદાજ કરશે નહિ access_time 9:12 am IST