Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

દારૂ ઢીંચતો પતિ નોનવેજ ઘરમાં લાવતો અને પત્નિને કહેતો તું મારા મિત્રોને આ ખવડાવ!

રાજકોટના વાવડીની શિલ્પા પટેલને જેતલસરમાં પતિ-સસરાનો ત્રાસ-મારકુટઃ શિતલની ફરિયાદ પરથી પતિ શૈલેષ પોલરા અને સસરા હરિભાઇ પોલરા સામે ગુનો નોંધાયો

રાજકોટ, તા. ૧૯ :. વાવડી ગામમાં માવતર ધરાવતી પટેલ મહિલાને જેતલસરમાં પતિ દારૂ ઢીંચી નાની-નાની બાબતે ઝઘડો કરી માર મારી મિત્રોને નોનવેજ જમાડવાનું કહી અને સસરા-પતિને ચઢામણી કરી મેણાટોણા મારી ત્રાસ આપતા ફરીયાદ થઈ છે.

મળતી વિગત મુજબ વાવડી ગામમાં માવતરના ઘરે રીસામણે આવેલ શિલ્પાબેન શૈલેષ પોલરા (ઉ.વ. ૪૨) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જેતપુરના જેતલસરમાં રહેતો પતિ શૈલેષ પોલરા અને સસરા હરી ભોવાનભાઈ પોલરાના નામ આપ્યા છે. શિલ્પાબેને ફરીયાદમાં જણાવ્યુ છે કે પોતે પિયરમાં છેલ્લા છએક મહિનાથી રહે છે. સંતાનમાં એક પુત્ર છે. જે પતિ સાથે રહે છે. પોતાના ૨૦૦૦ની સાલમાં જેતલસરમાં રહેતા શૈલેષ હરી પોલરા સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ પોતે જેતલસરમાં સંયુકત પરિવાર સાથે રહેતા હતા. દરમિયાન છેલ્લા ૧૦ વર્ષથી પતિ નાની - નાની ઘરકામ જેવી વાતમાં અવારનવાર ઝઘડો કરી ગાળો આપી મારકુટ કરતો હતો અને તેના મિત્રોને ખાવા-પીવા માટે ઘરે લાવતો અને નોનવેજ બહારથી લઈ આવતો હતો અને તેના મિત્રોને જમાડવાનું કરાવતો તેમજ સસરા હરી પોલરા પણ પતિને ચઢામણી કરતા જેથી પતિ વધુ હેરાન કરતો હતો તેમ છતા પોતે પતિનો ત્રાસ સહન કરતા હતા. બાદ છએક મહિના પહેલા પતિને કોઈ અન્ય સ્ત્રી સાથે મિત્રતા હોવાની શંકા જતા પોતે પતિનો મોબાઈલ ચેક કરતા જેથી તેને સારૂ નહી લાગતા તેણે ઝઘડો કરી પોતાના પિયર મુકી ગયો હતો બાદ તે તેડવા ન આવતા પોતે મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા એએસઆઈ એન.સી. ડાંગરે તપાસ હાથ ધરી છે.

(4:12 pm IST)