Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

મોરબી રોડ ૨૫ વારીયામાં ચોટીયાની હત્યાના પ્રયાસમાં ભાવેશ પકડાયો

બે મહિના પહેલા સગર્ભા પત્નિ હેતલ પર હુમલો કરનાર ચોટીયાને પતિ ભાવેશ વાળંદે પાઇપ ફટકારી હેમરેજ કરી નાંખ્યુ'તું: અગાઉ લૂંટમાં પણ સંડોવાયો હતો

રાજકોટ તા. ૧૯: મોરબી રોડ પર જય જવાન જય કિસાન સોસાયટી નજીક ૨૫ વારીયામાં બે મહિના પહેલા રાહુલ ઉર્ફ ચોટીયા નામના કોળી શખ્સે વિસ્તારમાં આતંક મચાવી એક યુવાનનું એકટીવા સળગાવી તેમજ વાળંદ સગર્ભા હેતલને પાઇપ ફટકારી હુમલો કરતાં હેતલના પતિ ભાવેશ સતિષભાઇ ધોળકીયા (ઉ.૨૪)એ ચોટીયા પર વળતો ઘા કરી તેને પાઇપથી ફટકારતાં માથામાં હેમરેજ થઇ ગયું હતું.  આ મામલે હત્યાની કોશિષનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં બે માસથી ફરાર ભાવેશને એએસઆઇ સુધાબેન ડી. પાદરીયા, હેડકોન્સ. વિરમભાઇ ધગલ અને કોન્સ. હરપાલસિંહ વાઘેલાની બાતમી પરથી પકડી લેવાયો છે.

વિગત એવી છે કે તા. ૭/૭ના રોજ રાહુલ ઉર્ફ ચોટીયાએ વિસ્તારમાં કેવલ રામજીભાઇ કટારીયા સાથે ઝઘડો કરી તેનું એકટીવા સળગાવી નાંખ્યું હતું. તેમજ કેવલના માતા છોડાવવા આવતાં તેને ગાલ પર છરી ઝીંકી દીધી હતી. આ ઝઘડો જોવા માટે હેતલ ભાવેશ ધોળકીયા નામની વાળંદ સગર્ભા ઉભી હોઇ તેને પણ ચોટીયાએ પાઇપ ફટકારી દઇ ગાળો ભાંડી હતી. અગાઉ તેણીના પતિ ભાવેશ સાથે વળાંકમાં બાઇક ધીમુ ચલાવવા બાબતે ઝઘડો થયો હોઇ તેના કારણે પણ મનદુઃખ હતું.

બનાવની જાણ હેતલના પતિ ભાવેશને થતાં તેણે રાહુલ ઉર્ફ ચોટીયાો કિશોરભાઇ મકવાણા (કોળી) (ઉ.૨૩)ને માથામાં પાઇપ ફટકારી દેતાં તેને હેમરેજ થઇ ગયું હતું. ચોટીયાની ફરિયાદ પરથી ભાવેશ સામે આઇપીસી ૩૦૭, ૫૦૪, ૩૨૩, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો હતો. હત્યાની કોશિષના આ ગુનામાં તે સતત ફરાર હતો. તેને રવિવારે ડીસીપી રવિમોહન સૈની, એસીપી એસ.આર. ટંડેલની સુચના હેઠળ પી.આઇ. વી. જે. ફર્નાન્ડીઝ, પીએસઆઇ એમ. એફ. ડામોર, એએસઆઇ એસ. ડી. પાદરીયા, હેડકોન્સ. વિરમભાઇ ધગલ, ચંદ્રસિંહ ઝાલા, વિજયગીરી ગોસ્વામી, મનોજભાઇ મકવાણા, મોહસીનખાન મલેક, કોન્સ. એભલભાઇ બરાલીયા, હંસરાજભાઇ ઝાપડીયા, કિરણ પરમાર, મહેશ ચાવડા, કેતનભાઇ પટેલ, હરપાલસિંહ વાઘેલા સહિતે પકડી લીધો હતો.

ભાવેશ ત્રણ વર્ષ પહેલા કુવાડવા રોડ પોલીસના લૂંટના ગુનામાં પણ સંડોવાઇ ચુકયો હતો.

(4:12 pm IST)
  • નાણમંત્રીએ અખબારના કાગળ પરની આયાત શુલ્ક પાછો ખેંચવાની માંગ ફગાવી :10 ટકા શુલ્ક આપવો પડશે :નાણામંત્રી નિર્મલા સીતારામને અખબારી કાગળ પરનો 10 ટકા આયાત શુલ્ક પરત લેવાનો ઇન્કાર કર્યો access_time 1:15 am IST

  • માતૃભૂમિના ભાગલા પાડનાર તમામ લોકો ગુનેગાર છે : જમ્મુ કાશ્મીરમાં 370 મી કલમ અમલી કરનાર ભારતના પ્રથમ વડાપ્રધાન નેહરુને ગુનેગાર ગણાવ્યા : ભોપાલના ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરએ શિવરાજ સિંહના મંતવ્યને સમર્થન આપ્યું : નરેન્દ્ર મોદી તથા અમિત શાહના સમર્થકોને ખરા દેશભક્ત ગણાવ્યાં access_time 8:05 pm IST

  • કૈલાસ માનસરોવર યાત્રા સ્થગિત : હિમાલય તથા ઉત્તરાંચલમાં ભારે વરસાદના કારણે લેવાયેલો નિર્ણય : દિલ્હીથી આજરોજ રવાના થનારી 18 મી ટુકડીને રોકી દેવાઈ access_time 8:17 pm IST