Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

મારામારીના સમાધાનના પૈસા મામલે રૈયાધારના વિજય ઉર્ફ કાલી પર હુમલો

રાહુલ ઉર્ફ ટાલો અને પિયુષ રાવળદેવે ધોકાવાળી કરી

રાજકોટ તા. ૧૯: રૈયાધારમાં પાણીના ટાંકા પાસે રહેતાં અને બકાલાનો ધંધો કરતાં વિજય ઉર્ફ કાલી વિનુભાઇ સોલંકી (ઉ.૨૫) નામના દેવીપૂજક યુવાન પર રાત્રીના બે વાગ્યે રાહુલ ઉર્ફ ટાલો ચોૈહાણ નામના ભીલ શખ્સ તથા તેના મિત્ર પિયુષ રાવળદેવ ઉર્ફ મહાદેવે ધોકાથી હુમલો કરી પગમાં ગંભીર ઇજાઓ કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

હોસ્પિટલ ચોકીના ડી. કે. ખાંભલા અને દિપસિંહ ચોૈહાણે આજીડેમ પોલીસને જાણ કરી હતી. વિજય ઉર્ફ કાલીના કહેવા મુજબ અગાઉ પોતાને ટાલા અને પિયુષ સાથે ઝઘડો થયો હોઇ જેથી તે વખતે પગ ભાંગી જતાં સારવારનો દોઢેક લાખનો ખર્ચો થયો હતો. જે તે વખતે સમાધાન થયું ત્યારે ટાલાએ પોતે એક લાખ ખર્ચ પેટે ચુકવી આપશે તેવી બોલી કરી હતી. આ પૈસાની વિજય ઉર્ફ કાલીએ ઉઘરાણી કરતાં રાત્રીના ટાલા અને પિયુષે પૈસા લઇ જવાનું કહેતાં પોતે પાણીના ટાકા પાસે જતાં દગાથી હુમલો કરાયો હતો. પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ કરી છે.

(4:11 pm IST)
  • લાલુપ્રસાદ યાદવ આર્થારાઇટિસથી પીડિત :આરજેડીના અધ્યક્ષ લાલુયાદવની તબિયત લથડી : આર્થારાઇટિસની પીડિત હોવાને કારણે હાલવા ચાલવામાં તકલીફ ;રાંચી સ્થિત રિમ્સના ડોક્ટરોએ આ અંગે જાણકારી આપી access_time 1:02 am IST

  • કૈલાસ માનસરોવર યાત્રા સ્થગિત : હિમાલય તથા ઉત્તરાંચલમાં ભારે વરસાદના કારણે લેવાયેલો નિર્ણય : દિલ્હીથી આજરોજ રવાના થનારી 18 મી ટુકડીને રોકી દેવાઈ access_time 8:17 pm IST

  • ઉત્તર પ્રદેશમાં ઇંધણ મોંઘુ:યોગી સરકારે વેટના દરમાં કર્યો વધારો :ખાદ્ય ઘટાડવા યોગી સરકારે પેટ્રોલ ઉપર 28,8 ટકા અને ડીઝલ ઉપર 17,48 ટકા વેટ વસૂલવા કર્યો નિર્ણંય ;વેટ વધતા પેટ્રોલ લિટરે 2,35 રૂપિયા અને ડીઝલ 92 પૈસા લિટરે મોંઘુ થયું access_time 1:15 am IST