Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

હાલ મારા ભેગી, તારા ભાઇની ગાડીના કાચ ફોડવા...માલતીએ ના પાડતાં પતિએ ઘુસ્તાવી

શ્રીનાથજી સોસાયટીની બારોટ પરિણીતા હોસ્પિટલના બિછાનેઃ પતિ જયદેવ વિસાણીએ નશો કરી મારકુટ કર્યાનો આરોપ

રાજકોટ તા. ૧૯: મવડી પ્લોટની શ્રીનાથજી સોસાયટીમાં રહેતી માલતી જયદેવ વિસાણી (ઉ.૩૨) નામની બારોટ પરિણીતાને પતિ જયદેવ વિસાણીએ રાત્રે ઢીકા-પાટુનો માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના દેવશીભાઇ કે. ખાંભલા અને દિપસિંહ ચોૈહાણે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.

માલતીબેનના કહેવા મુજબ તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ જયદેવ લાઇટ બોર્ડ એડવર્ટાઈઝીંગનું કામ કરે છે. તેણીના માવતર યુનિવર્સિટી રોડ પર હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહે છે. પતિ જયદેવ રાતે દારૂ પીને આવ્યો હતો અને 'હાલ મારા ભેગી તારા ભાઇની ગાડીના કાચ ફોડવા જવુ છે...' તેમ કહેતાં તેણીએ સાથે જવાની ના પાડતાં પતિએ ઉશ્કેરાઇ જઇ મારકુટ કરી લીધી હતી. તે નશો કરે ત્યારે આ રીતે માથાકુટ થતી હોવાનું પણ તેણીએ જણાવ્યું હતું.

માલતીબેનને સારવાર માટે ભાઇ પંકજભાઇ દિનેશભાઇ રેણુકાએ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી.

(4:10 pm IST)