Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

વિશ્વ ફોટોગ્રાફી દિન નિમીતે

વોટસન મ્યુઝીયમમાં છબીકલા પ્રદર્શનનો પ્રારંભઃ તા.૨૭ સુધી ચાલશે

રાજકોટ,તા.૧૯: ગુજરાત રાજયના મ્યુઝિયમોમાં સમૃધ્ધ સંસ્કૃતિક ખજાનો સચવાયેલો છે. કલા, સંસ્કૃતિ, પ્રાકૃતિક ઈતિહાસ, વિજ્ઞાન અને ટેકનોલોજીને નિરૂપતા વિવિધ કક્ષાના મ્યુઝિયમ પ્રત્યે લોક જાગૃતિ કેળવાય અને કલા પ્રવૃતિને ઉત્તેજન મળે તે ઉમદા આશયથી ગુજરાત સરકારશ્રીના પુરાતત્વ અને સંગ્રહાલય ખાતા દ્વારા વર્ષભરના ખાસ પ્રસંગોએ વિવિધ શૈક્ષણિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

તા.૧૯ ઓગષ્ટ વિશ્વ ફોટોગ્રાફી દિનની ઉજવણી અંતર્ગત તસવીરકાર એસ્કોલ મોઝિસના કેમેરામાં કંડારાયેલ તસવીરોના ખાસ પ્રદર્શન તા.૧૯ થી ૨૭ સુધી યોજાએલ છે.

મ્યુઝિયમ પરિસરમાં યોજવામાં આવેલ એક અનોખુ છબીકલા પ્રદર્શન નિહાળવા રાજકોટની કલાપ્રિય જનતાને જાહેર આમંત્રણ અપાયું છે.

(3:59 pm IST)