Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે

આજે વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ છે. ૧૯ ઓગષ્ટનેદુનિયાભરમામં ફોટોગ્રાફી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ફોટોગ્રાફીના ફોલોઅર માત્ર જ નહિ પરંતુ તમામ લોકો તેમના જુદા જુદા પ્રોફેશનોની સાથે સાથે સમાજ માટે ફોટોગ્રાફીનું મહત્વ કેટલું છે? તેની પણ આપલે કરે છે. આ દિવસે લાખો લોકો તેમના જુદા જુદા એંગલથી કેપ્ચર કરાયેલા ફોટો એક-બીજા સાથે શેર કરી એકબીજાની ખુબીઓનો અભ્યાસ કરે છે. રાજકોટના જાણીતા વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ભુષણ પંડયા એક કોબ્રા સાપની ફોટોગ્રાફી કરી રહયા હતા ત્યારે સર્પ વિશેષજ્ઞ શશાંક  બુચે તેમની આ તસ્વીર ખેંચી હતી. જે પર્યાવરણ પ્રેમી અને ફોટોગ્રાફરો માટે યાદગાર બની ગઇ છે.

(3:58 pm IST)