Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

સંયુકત મિલ્કત અંગે થયેલ દાવા સબંધે નોટીશ-સમન્સનો આદેશ

 રાજકોટ તા ૧૯  : ધ્રાંગધ્રા કોર્ટમાં ઉપર્યુકત દાવો રાજકોટના રહીશ ભારતીબેન નરેન્દ્રકુમાર ભટ્ટ વિગેરે એ ગુજરનાર હર્ષવર્ધન ત્રંબકલાલ ભટ્ટના વારસો-૪ સામે સયુંકત મિલ્કતનું પાર્ટીશન કરી કબજો મળવા, તથા વિજ્ઞાપન તથા કાયમી મનાઇ હુકમ મળવા રાજકોટના રહીશ અનીલ નરેન્દ્રભાઇ ભટ્ટે દાવો દાખલ કરેલ હતો.

સદરહુ દાવામાં જમીનના મુખ્ય કબજેદાર અને જમીનમાં ઉપજ નીપજ લેતા પ્રતિવાદી નં.-૪ બલદેવ ત્રંબકલાલ ભટ્ટ કે જેઓ રાજકોટમાં રહે છે અને રાજકોટની ચોૈધરી હાઇસ્કુલમાંથી આચાર્ય તરીકે નીવૃત થયેલ છે.

ઉપર્યુકત દાવામાં નોટીશ હાથોહાથ  બજવણી અર્થે મળવાની અરજી આવતા અને તેનું હીયરીંગ થતા આ કામના પ્રતિવાદી નંબર-૪ બલદેવભાઇ ત્રંબકલાલ ભટ્ટ કે જેઓ જમીનના ધંધાર્થી અને સાથે અંગત ઓળખાણ પીછાણ ધરાવતા હોય, બજવણીમાં અડચણ કરી જમીનનું સાટાખત ભરી અમારો હક્ક ડુબાડશે તેવી દહેશત રાજકોટ વ. શ્રી એસ.એન. શાસ્ત્રીએ રજુઆત કરતા સમન્સ નોટીશ કાઢવાનો હુકમ કર્યો હતો.

આ કામમાં ધ્રાંગધ્રાના વ.શ્રી કીરણબેન સી. ભટ્ટ પણ રોકાયેલ છે.

(3:53 pm IST)