Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

જન્માષ્ટમી પર્વની રંગતઃ તા. ૨૨મીથી શાળા-કોલેજો અને યુનિવર્સિટીમાં ૫ દિવસનું મીની વેકેશન

કોલેજોમાં ૪ કે ૫ દિવસની રજા... વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ

રાજકોટ, તા. ૧૯ :. સૌરાષ્ટ્રની ઓળખ સમો જન્માષ્ટમી પર્વની રંગત કંઈક અનોખી જ હોય છે. જગત તારણહાર શ્રી કૃષ્ણ ભગવાનના જન્મના વધામણા કરવા ભારે ઉત્સાહ જોવા મળે છે.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં જન્માષ્ટમી પર્વની ઉજવણીને ધ્યાને લઈ ૪ થી ૫ દિવસનું મીની વેકેશન પડયુ છે.

રાજકોટની ખાનગી શાળાના સંચાલકોએ તા. ૨૨ થી ૨૬ તો કોલેજના સંચાલકો તા. ૨૨ થી તા. ૨૬ સુધી રજા રાખી છે. શાળા-કોલેજોના સંચાલકોએ તેમને અનુરૂપ રજા જાહેર કરી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા તા. ૨૩ થી તા. ૨૬ સુધી મીની વેકેશન જાહેર કર્યુ છે. આ દિવસો દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક અને વહીવટી કામ બંધ રહેશે.

(3:52 pm IST)