Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

શ્રાવણ માસના સોમવારે પ્રસરતી ભકિતની ભભક : ભાવથી પૂજા અર્ચના

રાજકોટ : પવિત્ર શ્રાવણ માસનો આજે ત્રીજો સોમવાર છે. શહેરભરના શિવાલયોમાં આજે વિશેષ પૂજના અર્ચનના કાર્યક્રમો થયા હતા. ઉકત તસ્વીરોમાં ઉપરની હરોળની પ્રથમ તસ્વીર ૧૫૦ ફુટ રીંગ રોડ, બીગ બજાર પાછળ આવેલ શ્રી અમરનાથ મહાદેવ મંદિરની છે. જયાં જિલ્લા ભાજપ પ્રમુ ડી. કે. સખીયા અને શ્રીમતી જયાબેન સખીયા શિવપૂજા કરી રહ્યા છે. બીજી તસ્વીર મોટામવા સ્મશાન ખાતેના ઓમકારેશ્વર મહાદેવ મંદિરની છે. જયાં વિયભાઇ કોરાટ, મંજુલાબેન કોરાટ, શ્વેતાબેન વિમલભાઇ કોરાટ, જલ્પાબેન જયેશભાઇ કોરાટ, પ્રાજ વિજયભાઇ કોરાટ, દીયાન વિમલભાઇ કોરાટ મહાદેવજીને જળાભિષેક કરતા નજરે પડે છે. ત્રીજી તસ્વીરમાં મોટામવા ગામમાં આવેલ મહાદેવજીના મંદિરે શિવ પૂજા કરતા ભરતભાઇ શિંગાળા, કુરજીભાઇ સખીયા, સંજયભાઇ મેઘાણી નજરે પડે છે. જયારે નીચેની હરોળમાં પ્રથમ તસ્વીરમાં ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી અને શ્રીમતી કૈલાસબેન ભંડેરી મહાદેવની પૂજા અર્ચના કરી રહ્યા છે. બીજી તસ્વરીમાં નાના મવા ગામાં આવેલ ૪૦૦ વર્ષ પૂરાણા ઐતિહાસિક વિશમંદિરમાં જળાભિષેક કરતા વોર્ડ નં. ૧૧ ના કોર્પોરેટર ઘનશ્યામસિંહ એ. જાડેજા અને તમેના દાદીમા શ્રી બાઇ રાજબા હરભમજી જાડેજા નજરે પડે છે. છેલ્લી ત્રીજી તસ્વીરમાં ભાવથી શંભુદાદાને ભજતા મ્યુ. કોર્પોરેશનના વિરોધપક્ષના નેતા શ્રી વશરામભાઇ સાગઠીયા અને શ્રીમતી હંસાબેન સાગઠીયા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(1:08 pm IST)