Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

ક્રાઇમ બ્રાંચે રણજીત ટાંકને ૫૪ બોટલ દારૂ સાથે પકડ્યોઃ દિલાવર ઉર્ફ જીણીની શોધ

રાજકોટઃ ક્રાઇમ બ્રાંચની ટીમે ચુનારાવાડ શેરી નં. ૨માં રહેતાં રણજીત લીલાભાઇ ટાંક (ઉ.૨૭)ને રૂ. ૨૧૬૦૦ના ૫૪ બોટલ દારૂ સાથે પકડી લીધો હતો. આ દારૂમાં ઘાંચીવાડ-૭ના દિલાવર ઉર્ફ જીણીનું નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે. એસીપી જે. એચ. સરવૈયા, પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એ.એસ. સોનારા, હેડકોન્સ. અનિલભાઇ સોનારા, સમીરભાઇ શેખ, નિશાંતભાઇ પરમાર, મુકેશભાઇ, અજીતસિંહ પરમાર, મહેશભાઇ મંઢ, હરદેવસિંહ રાણા સહિતની ટીમે આ કામગીરી કરી હતી.

(11:23 am IST)