Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

જૂગારના ત્રણ દરોડામાં ૮૨ હજારની રોકડ સાથે ૧૬ પકડાયા

ગાંધીગ્રામ પોલીસ, થોરાળા પોલીસ અને યુનિવર્સિટી પોલીસના દરોડા

રાજકોટઃ પોલીસે ઠેર-ઠેર શ્રાવણીયા જૂગારના દરોડા પાડ્યા હતાં. ગાંધીગ્રામ પોલીસે ૬ શખ્સોને, થોરાળા પોલીસે ૬ શખ્સોને અને યુનિવર્સિટી પોલીસે ૪ શખ્સોને પકડ્યા હતાં. ત્રણ દરોડામાં કુલ રૂ. ૮૨૮૯૫ની રોકડ કબ્જે લીધી છે.

ગાંધીગ્રામ પોલીસે ગાંધીગ્રામ શેરી નં. ૭-બમાં રહેતાં અમિતરાજ પ્રેમરાજ ચોધરી (ઉ.૩૯)ના ઘરમાં બાતમી પરથી દરોડો પાડી તેને તથા ભગીરથસિંહ સુખદેવસિંહ ઝાલા (ઉ.૨૯-રહે. રતનપર), હુશેન જુસબભાઇ સોઢા (ઉ.૪૫-રહે. દૂધ સાગર રોડ, રિધ્ધી સિધ્ધી સોસાયટી), રાહુલ કાંતિભાઇ સુદ્રા (ઉ.૨૬-રહે. શ્યામનગર નાના મવા રોડ), સમસુદ્દીન કમરૂદ્દીન રૂપાણી (ઉ.૩૦-રહે. અમીન માર્ગ હિંગળાજનગર-૩) તથા સોહિલ અમદભાઇ સમા (ઉ.૨૪-રહે. મોચીનગર-૬)ને પકડી લઇ રૂ. ૫૫૮૦૦ની રોકડ કબ્જે લીધી હતી.

પી.આઇ. વી. વી. ઓડેદરા, પીએસઆઇ જે. એમ. ભટ્ટ, હેડકોન્સ. રાહુલભાઇ વ્યાસ, કિશોભાઇ ઘુઘલ, વનરાજભાઇ લાવડીયા, હિતેન્દ્રસિંહ ઝાલા, વિરભદ્રસિંહ ગોહિલ, કનુભાઇ બસીયા સહિતે આ દરોડો પાડ્યો હતો.

થોરાળા પોલીસે ૨૧ હજાર સાથે ૬ને પકડ્યા

રાજકોટઃ થોરાળા પોલીસે કુબલીયાપરા મહાકાળી પાન પાસેની શેરીમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતાં ગોપાલ સુખાભાઇ પરમાર (ઉ.૩૯), ભુપત બાદલભાઇ સોલંકી (ઉ.૩૩), પ્રદિપ ભનુભાઇ સોલંકી (ઉ.૩૪), ધનસુખ નટુભાઇ સોલંકી (ઉ.૩૬), રામુ નાનજીભાઇ સોલંકી (ઉ.૩૮) તથા દિલીપ કનુભાઇ સોલંકી (ઉ.૫૦)ને પકડી લઇ રૂ. ૨૧૨૨૫ની રોકડ અને ગંજીપાના કબ્જે લીધા હતાં. પી.આઇ. એસ. એન. ગડુની રાહબરીમાં એએસઆઇ બલભદ્રસિંહ જાડેજા, નરસંગભાઇ, મુકેશભાઇ, નિશાંતભાઇ, મહેશભાઇ, રોહિતભાઇ સહિતે દરોડો પાડ્યો હતો.

યુનિવર્સિટી પોલીસે ૪ને પકડ્યા

કાલાવડ રોડ લક્ષ્મીના ઢોળા પર સરમરીયા દાદાના મંદિર પાસે જૂગાર રમાતો હોવાની માહિતી પરથી યુનિવર્સિટીના પી.આઇ. ડી. વી. દવેની રાહબરી હેઠળ પીએસઆઇ એન. બી. ડાંગર, હરેશભાઇ પરમાર સહિતની ટીમે દરોડો પાડી કિશન કેશુભાઇ ઠક્કર (ઉ.૨૩), સાગર કનુભાઇ મકવાણા (ઉ.૧૯), નિલેષ શાંતિભાઇ પરમાર (ઉ.૨૧) અને ભુપત મેરામભાઇ ચુડાસમા (ઉ.૩૦)ને પકડી લઇ ગંજીપાના અને રૂ. ૫૮૭૦ કબ્જે લીધા હતાં.

(11:14 am IST)