Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

અપહરણ અને હત્યાની કોશિષના ગુનામાં ઝડપાયેલા નામચીન બુટલેગર હર્ષદ મહાજનની પોલીસે 'હવા' કાઢી નાંખી

ભકિતનગર પી.આઇ. વી.કે. ગઢવી અને ટીમે ગુંદાવાડીમાં રિકન્ટ્રકશન કરાવ્યું

રાજકોટઃ પોલીસે અગાઉ લાખોના દારૂ ભરેલા ટ્રક ઝડપી લીધા ત્યારે બુટલેગર હર્ષદ મહાજન અને તેની ટોળકીએ રાજકોટના ગુંદાવાડીના યુવાન તથા ગોંડલના એક યુવાનને તેણે આ દારૂ પકડવામાં પોલીસને બાતમી આપ્યાની શંકા કરી બંનેના અપહરણ કરી બેફામ માર મારતાં અપહરણ, હત્યાની કોશિષના ગુના નોંધાયા હતાં. ક્રાઇમ બ્રાંચે હર્ષદ મહાજનને ઝડપી લીધા બાદ ભકિતનગર પોલીસે તેનો કબ્જો મેળવી ધરપકડ કરી વિશેષ પુછતાછ કરી છે. ગઇકાલે પી.આઇ. વી. કે. ગઢવી અને ટીમે હર્ષદનને ગુંદાવાડીમાં ઘટના સ્થળે લઇ જઇ રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું. પોલીસની આકરી કાર્યવાહી સામે હર્ષદ હાથ જોડી ગયો હતો. ભરબજારે તેણે હાથ જોડી માફી માંગી હતી. જેની હત્યાનો પ્રયાસ કરાયો હતો એ યુવાનના ઘરના સભ્યો પાસે પણ તેણે હાથ જોડ્યા હતાં.

(11:14 am IST)