Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

પોકસો એકટના ગંભીર ગુનામાં આરોપીની ધરપકડ કરતી રાજકોટ શહેર IUCAW યુનિટની ટીમ

રાજકોટઃ મહિલા પોલીસની ટીમે પોકસોના ગુનાના આરોપીને પકડી લીધો છે. પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ , સંયુકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ , નાયબ પોલીસ કમિશ્નર  ઝોન-૨ મનોહરસિંહ જાડેજા તથા મદદનિશ પોલીસ કમિશ્નર જે. એસ. ગેડમની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ગાંધીગ્રામ-૨ (યુનિવર્સિટી) પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૮૦૦૩ ૨૧૩૪૩૧/૨૦૨૧ ઇ.પી.કો.ક.૩૭૬(૨)(N),૩૭૬(૩) તેમજ જાતિય ગુનાઓથી બાળકોના રક્ષણ આપતો અધિનિયમ -૨૦૧૨ ની કલમ ૫(એલ),૬ મુજબના ગુનાની તપાસ IUCAW યુનિટ હસ્તક હોય સદરહુ ગુનામાં ફરિયાદીની સગીર વયની દિકરી સાથે આ કામના આરોપી પ્રેમ સબંધ બાંધી તેની અણસમજનો લાભ લઇ વારંવાર દુષ્કર્મ કરી ગુનો કરતા આરોપીને તુરંતજ હસ્તગત કરી આરોપીનો કોરોના ટેસ્ટ કરવામા આવેલ છે જે રિપોર્ટ નેગેટીવ આવતા આજે ધોરણસર અટક કરવામાં આવેલ છે. આરોપીનું નામ પરબત ગાંગાભાઇ ડાકી (કોળી ઉ.વ.૩૪ ધંધો ડ્રાઇવીંગ, રહે. રૈયાધાર,પાણીના ટાકાની પાસે રાધે શ્યામ ગૌશાળાના ગેઇટની સામે રાજકોટ) છે. 

આ કામગીરી પીઆઇ એસ.આર પટેલ, પો.સબ ઇન્સ એ.જે.લાઠીયા, એ.એસ.આઇ. હિતેન્દ્રભાઇ ગઢવી, દિયાબેન એવિયા, પો.કોન્સ. હસમુખભાઇ બાલધા, પ્રિયંકાબેન પરમાર IUCAW યુનિટ દ્વારા કરવામાં આવી છે.

(9:17 pm IST)