Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

આગામી ૨૧મીએ બકરી ઇદના તહેવાર અનુસંધાને હિન્દુ-મુસ્લીમ સમાજના આગેવાનો સાથે નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૨ની અધ્યક્ષતામાં પ્ર.નગર પોલીસ સ્ટેશન ખાતે શાંતી સમિતીની મીટીંગ યોજાઈ

રાજકોટ: આજે સાંજે 6 કલાકે રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ તેમજ સંયુક્ત પો.કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદની સુચના તથા માર્ગદર્શન મુજબ આગામી તા.૨૧/૦૭/૨૦૨૧ ના રોજ બકરી ઇદનો તહેવાર હોય જે તહેવાર શાંતી પુર્ણ વાતાવરણમાં તથા કોવિડ-૧૯ કોરોના વાયરસ અન્વયે સરકારશ્રીએ બહાર પાડેલ ગાઇડ લાઇનનું પાલન થાય તે હેતુથી ડીસીપીશ્રી મનોહરસિંહ જાડેજા ઝોન-ર તથા મદદનિશ પો.કમિ.શ્રી પી.કે.દિયોરા, પશ્ચીમ વિભાગ, રાજકોટની અધ્યક્ષતામાં પ્રધ્યુમનનગર પો.સ્ટે. તથા ગાંધીગ્રામ પો.સ્ટે.વિસ્તારમાં આવેલ મસ્જીદો-ઇદગાહના મોલાનાઓ તથા હિન્દુ-મુસ્લીમ સમાજના આગેવાનો સાથે એલ.એલ.ચાવડા પોલીસ ઇન્સ. પ્ર.નગર પો.સ્ટે. તથા ગાંધીગ્રામ પો.સ્ટે.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એ.એસ.ચાવડા તથા ગાંધીગ્રામ પો.સ્ટે.ના ડિ-સ્ટાફ પો.સબ ઇન્સ. જે.જી.રાણા દ્રારા પ્ર.નગર પોલીસ સ્ટેશન ખાતે શાંતી સમિતીની મીટીંગનુ આયોજન કરવામાં આવેલ હતુ.

આ શાંતી સમિતીની મીટીંગમાં ડીસીપી મનોહરસિંહ જાડેજા ઝોન-ર તથા એસીપી પી.કે.દિયોરા દ્વારા કોવિડ-૧૯ કોરોનાની મહામારીને ધ્યાને રાખીને મસ્જીદ-ઇદગાહમાં નમાજના સમયે સોશ્યલ ડિસ્ટન્સનુ પાલન કરવું તથા માસ્કનો ફરજીયાત ઉપયોગ કરવો તથા મસ્જીદની કેપેસીટી કરતા ૫૦ ટકાથી વધુ (૨૦૦થી વધુ નહી) વ્યક્તિઓ ભેગા ન થાય તે અંગે તકેદારી રાખવા મસ્જીદોના મોલાનાઓ તથા મુસ્લીમ સમાજના આગેવાનોને જણાવવામાં આવેલ તેમજ બકરી ઇદનો તહેવાર શાંતી પુર્ણ રીતે ઉજવાય તે અંગે ચર્ચા કરવામાં આવી તથા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

(9:16 pm IST)