Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

પત્નિ અને સગીર સંતાનને માસીક ૧૦ હજારનું ભરણપોષણ ચુકવવા હુકમ

રાજકોટ, તા., ૧૯: પત્નીએ કરેલ ભરણપોષણના કેસમાં માસીક રૂ. ૧૦,૦૦૦ ભરણપોષણ પેટે ચુકવવા રાજકોટ રહેતા પતિ વિરૂધ્ધ ફેમીલી કોર્ટે હુકમ ફરમાવેલ હતો.

અરજીની ટુંક વિગત એવી છે કે અત્રે કોઠારીયા રોડ રાજકોટ મુકામે રહેતા અ કામના અરજદાર અલ્કાબેન દિલીપભાઇ ગઢીયાએ જુના જકાતનાકા પાસે મોરબી રોડ રાજકોટ મુકામે રહેતા આ કામના સામાવાળા દિલીપભાઇ વનજીભાઇ ગઢીયા (પતિ) વિરૂધ્ધ સીઆરપીસી એકટની કલમ ૧રપ નીચે પોતાનું તથા સગીર સંતાન દિકરી હિર માટે ભરણપોષણ મેળવવા ફેમીલી કોર્ટમાં અરજી કરેલ હતી. આ કામના અરજદાર તથા સામાવાળાના લગ્ન તા. ર૧-૧૧-ર૦૧૧ના રોજ રાજકોટમાં થયેલ અને સહલગ્નજીવન વીતાવવાની શરૂઆત સામાવાળા સાથે રાજકોટ મુકામે કરેલી તેમજ લગ્નજીવન દરમ્યાન હિર નામના સંતાનનો જન્મ થયેલ હતો. જે હાલ અરજદાર પાસે છે. ત્યાર બાદ લગ્નજીવનના અમુક વર્ષો બાદ સામાવાળા દ્વારા અરજદારને શારીરીક માનસીક ત્રાસ આપવા લાગેલા તેમજ અનેકવાર બંનેના કુટુંબીજનો દ્વારા સમાધાન પણ કરવામાં આવેલ હોવા છતા સામાવાળાઓના વાણી, વર્તન, વ્યવહારમાં કોઇ પણ જાતનો ફેરફાર પડેલ ન હોય તેથી અરજદારને પીયરે આવવાની નોબત આવેલ હતી. આ સમયગાળા દરમ્યાન સામાવાળા દ્વારા અરજદારની ભરણપોષણની કોઇ જવાબદારી સામાવાળાએ નીભાવી ન હોઇ અરજદાર કોર્ટ સમક્ષ સદરહું કાયદા અન્વયે ે અરજી કરેલ.

અરજદારના એડવોકેટ અલ્પેશ પોકીયાની દલીલો ગ્રાહય રાખી ફેમીલી કોર્ટેએ અરજદારની અરજી મંજુર કરી ભરણપોક્ષણ પેેટે મુળ  અરજી દાખલ તા. ર૧-૧-૧૭થી અરજદાર નં. ૧ પત્ની ને માસીક રૂ. ૬,૦૦૦ તથા અરજદાર નં. ર હીરને માસીક રૂ. ૪૦૦૦ મળી કુલ માસીક રૂ. ૧૦,૦૦૦ નિયમીત સામાવાળા દિલીપભાઇએ ચુકવવા તેવો હુકમ ફેમીલી કોર્ટના પ્રિન્સીપાલ જજશ્રી ડી.જે.છાંટબાર સાહેબે આ કામના અરજદારની તરફેણમાં કરેલ હતો તેમજ અરજી ખર્ચ રૂ. પ૦૦૦ અલગથી ચુકવી આપવા તેવો ચુકાદો આપેલ હતો.

આ કેસમાં અલ્કાબેન દિલીપભાઇ ગઢીયા વતી રાજકોટના જાણીતા પી એન્ડ આર લો ચેમ્બરના વિદ્વાન એડવોકેટ અલ્પેશ વી. પોકીયા, અમીત ગડારા, વંદના એચ.રાજયગુરૂ, પરેશ મૃગ, ભાર્ગવ જે. પંડયા, કેતન જે.સાવલીયા, રીતેષ ટોપીયા વિગેરે રોકાયેલ હતા.

(4:00 pm IST)