Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

નવાગામથી ''રૂડા''ની હદ સુધી બની રહેલા સિમેન્ટ રોડનાં કામનું નિરીક્ષણ કરતા અમિત અરોરા

રાજકોટઃ  મહાનગરપાલિકા દ્વારા નવાગામથી રૂડાની હદ સુધી બની રહેલા નવા સીસી રોડના કામનું નિરીક્ષણ કરવા કમિશનર શ્રી અમિત અરોરાએ આજે સવારે સ્થળ મુલાકાત કરી હતી અને આ પ્રોજેકટની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી. તે વખતની તસ્વીર.  વોર્ડ નં.૫ માં આશરે રૂ. ૪ કરોડના ખર્ચે નવાગામ મેઈન રોડ ડેવલપ કરવામાં આવી રહયો છે. ૨૪ મીટર પહોળાઈના આ ડીપી રોડની લંબાઈ ૬૯૦ મીટર છે. રોડના કામ પછી ડી.આઈ. પાઈપલાઈન, સ્ટોર્મ વોટર લાઈન અને યુટિલિટી લાઈનનાં કામ પણ હાથ ધરવામાં આવશે.  આજે મ્યુનિ. કમિશનર શ્રી અમિત અરોરાએ લીધેલી ઉપરોકત સાઈટ વિઝિટ દરમ્યાન સિટી એન્જી. વાય. કે. ગૌસ્વામી, ટીપીઓ એમ.ડી. સાગઠીયા, એ.ટી.પી. ગુપ્તા, ડેપ્યુટી એન્જિનિયર જતિનભાઈ પંડ્યા, પી.એ.(ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી અને આસિસ્ટન્ટ એન્જિનિયર પી.સી. જોશી તથા એજન્સીના પ્રતિનિધિશ્રી હાજર રહ્યા હતાં.

(3:57 pm IST)