Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

શહેરીજનો પાણીની સમસ્યામાંથી મુકત

ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી સહિતના આગેવાનોએ મુખ્યમંત્રીને પાઠવ્યા અભિનંદન

રાજકોટ તા. ૧૯ :.. ગુજરાતના લોકલાડીલા અને રાજકોટના પનોતા પુત્ર એવા રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા રાજકોટ શહેરના ન્યારી ડેમમાં નર્મદાનું ૩૦૦ કયુસેક પાણી આપવાના નિર્ણયને આવકારી અભિનંદન પાઠવતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે 'સૌની યોજના' અંતર્ગત રાજકોટના ન્યારી ડેમના નર્મદાના નીર આપવાની કામગીરી શરૂ થઇ ગઇ છે. ત્યારે શહેરના નાગરિકોને આ નિર્ણયથી પીવાના પાણીની મુશ્કેલી નહી પડે, ત્યારે સમગ્ર રાજકોટ શહેરનું પીવાનું પાણી પુરૂ પાડતા ન્યારી ડેમમાં 'સૌની યોજના' અન્વયે ૩૦૦ કયુસેક પાણી પહોંચાડવા વિજયભાઇ રૂપાણીને સૂચના આપી છે ત્યારે આ પાણી પહોંચાડવા પમ્પીંગ કામગીરી શરૂ કરવામાં આવી છે.

આમ રાજકોટના પનોતા પુત્ર વિજયભાઇ રૂપાણીએ શહેરને મોટી ભેટ આપી છે ત્યારે હવે રાજકોટવાસીઓને પાણી મુદે કોઇ સમસ્યાનો સામનો નહી કરવો પડે. 

(3:31 pm IST)