Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

આંબેડકરનગરમાંથી અશ્વીન દારૂની ૧૮ બોટલ સાથે પકડાયો

રાજકોટ તા. ૧૯: ગોંડલ રોડ એસ.ટી. વર્કશોપ પાછળ આંબેડકરનગરમાંથી માલવીયાનગર પોલીસે દારૂની ૧૮ બોટલ સાથે એક શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ એસ.ટી. વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં એક શખ્સ દારૂના જથ્થા સાથે ઉભો હોવાની કોન્સ. કુલદીપસિંહ જાડેજા તથા રોહીતભાઇ કછોટને બાતમી મળતા પીઆઇ કે. એન. ભુકકાના માર્ગદર્શન હેઠળથી એસ.આઇ. વી. કે. ઝાલા, હેડ કોન્સ. મસરીભાઇ, દિગ્પાલસિંહ, ભાવેશભાઇ, હરપાલસિંહ, કુલદીપસિંહ, રોહીતભાઇ તથા હીતેષભાઇ સહિતે દરોડો પાડી આંબેડકરનગર શેરી નં. ૧ માં રહેતા અશ્વીન જીવાભાઇ ચૌહાણ (ઉ.વ.૩૪) ને રૂ. ૭,ર૦૦ની કિંમતની દારૂની ૧૮ બોટલ સાથે પકડી લીધો હતો.

(3:26 pm IST)