Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

ભાજપ દ્વારા સોમનાથ, પોરબંદર, મોરબીના કાર્યકરો માટે ઇ-ચિંતન અભ્યાસ વર્ગ

રાજકોટ : પ્રદેશ ભાજપની યોજના અનુસાર સમગ્ર ગુજરાતમાં ઇ-ચિંતન અભ્યાસવર્ગનું આયોજન થઇ રહ્યુ છે. તેના ભાગરૂપે સોમનાથ ગીર, પોરબંદર તેમજ મોરબી જિલ્લા ભાજપનો ઇ-ચિંતન અભ્યાસવર્ગ યોજાયો હતો. ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ડો. ધનસુખ ભંડેરીએ રાજકોટ ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી આ અભ્યાસ વર્ગને સંબોધન કર્યુ હતુ. તેઓએ રાષ્ટ્રીય સુરક્ષા અંગે છણાવટ કરી હતી. આજે દેશના શાંતિના ઉપાસકો સામે આતંકવાદ મોટો પડકાર હોવાની વાત કરી હતી. સરહદી સુરક્ષા સજજ રહે તે માટે ભારતની તમામ સરહદો પર સીમાવર્તી વિકાસોત્સવ હવે અહર્નીશ રહેશે તે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકારે સુનિશ્ચિત કર્યુ હોવાનું તેમણે જણાવ્યુ હતુ. આ તકે ગીર સોમનાથ જિલ્લાના ભાજપના પ્રમુખ માનસિંહભાઇ પરમાર, મહામંત્રી ડો. જયેશભાઇ વઘાશીયા, સરમણભાઇ સોલંકી, વજુભાઇ વાજા, પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઇ મોઢવાડીયા, અશોકભાઇ મોઢા, ખીમજીભાઇ મોતીવરસ, નિલેશભાઇ મોરી, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, મહામંત્રી રણછોડભાઇ દલવાડી, જેસંગભાઇ હુંબલ, જયરાજસિંહ જાડેજા વગેરે વર્ચ્યુઅલ માધ્યમથી અભ્યાસવર્ગમાં જોડાયા હતા.

(3:26 pm IST)