Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

રાજકોટમાં નવનિયુકત આમીલ શેખ સૈફુદીનભાઇનું ભાવભેર સ્વાગત

રાજકોટ : વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ હીઝ હોલીનેશ ડો. સૈયદના આલીકદર મુફદલ સૈફુદીન સાહેબ (ત.ઉ.સ.) ની ખાસ દુઆ અને રજા મુબારકથી નવનિયુકત જનાબ આમીલ સાહેબ શેખ સૈફુદીનભાઇ ભાભરાવાલા રાજકોટ સીટીના આમીલ સાહેબ તરીકે પધારતા તેઓનું રાજકોટની જમાઅત કમીટી અંજુમને હાતીમી તેમજ બાર ઉમુરના દોહેદારો દ્વારા સ્વાગત કરવામાં આવેલ. આમીલ સાહેબ શેખ સૈફુદીને આ તકે વોઇસ મેસેજ દ્વારા ઇદ ઉલ અદહાની નમાજ ઘરે પડવા માટે રજા મુબારક આપેલ. તેમ શેખ યુસુફઅલી જોહરકાર્ડસવાલાની યાદીમાં જણાવાયુ છે.

(3:23 pm IST)