Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

શીતળાધાર સોસાયટીમાં રહેતા હાર્દિક સોલંકીનો ફાંસો ખાઇ આપઘાત

એકના એક પુત્રના મોતથી પરિવારમાં આક્રંદ : કારણ જાણવા તપાસ

રાજકોટ,તા. ૧૯: આજીડેમ નજીક શીતળાધાર સોસાયટીમાં રહેતા યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ આજીડેમ નજીક શીતળાધાર સોસાયટી શેરી નં. ૨૦માં રહેતા હાર્દિક દેવજીભાઇ સોલંકી (ઉવ.૨૧) નામના યુવાને રાત્રે પોતાના ઘરે રૂમમાં લોખંડના એંગલ સાથે લૂંટી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પિતા ઘરની બહાર બેઠા હતા. થોડી વાર બાદ પિતા ઘરમાં આવ્યા ત્યારે હાર્દિક રસોડામાં ન હતો. બાદ બાજુમાં રૂમનો દરવાજો ખોલતા પુત્રને લટકતી હાલતમાં જોઇ પિતાએ દેકારો મચાવતા પાડોશીઓ એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્થળ પર પહોંચી ઇએમટી સોહીલભાઇ તપાસ કરતા હાર્દિકનું મૃત્યુ નિપજ્યુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ. એમ.ડી.પરમાર તથા હરપાલભાઇએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.મૃતક મજૂરી કામ કરતો હતો. માતાનું ઘણા સમય પહેલા મૃત્યુ નિપજ્યા બાદ બંને પિતાપુત્ર એકલા રહેતા હતા. તેણે કયા કારણોસર આ પગલુ ભર્યુ તે અંગેનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. એકના એક પુત્રના મૃત્યુથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

(3:19 pm IST)