Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

માત્ર ર ઇંચ વરસાદમાં વીજતંત્રની પોલ ખુલીઃ ત્રણ કલાક વિજળી ગુલ : પ્રજા પરેશાન

પ્રદેશ મહીલા કોંગ્રેસ અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલાએ ઇજનેરોનો સંપર્ક કરી રીપેરીંગ કરાવ્યું

રાજકોટ, તા. ૧૯ : ગઇકાલે માત્ર ર ઇંચ વરસાદમાં ત્રણ-ત્રણ કલાક વિજળી ગુલ થતાં વીજતંત્રની પોલ ખુલી હોવાનો આક્ષેપ પ્રદેશ મહીલા કોંગ્રેસના અધ્યક્ષ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ કર્યો છે.

આ અંગે ગાયત્રીબાએ જણાવ્યું હતું કે, ગઇકાલે શહેરમાં પડેલા નજીવા વરસાદે વીજ તંત્રીની પોલ ખોલી નાખી હતી. વાયુ વાવાઝોડાની આગાહીના પગલે જયારે સમગ્ર શહેરમાં તંત્ર દ્વારા પ્રીમોન્સુન કામગીરી કરી વાયર અને ફીડર ટ્રાન્સફોર્મરને નડતર રૂપ ઝાડવાનું કટીંગ કરવાની કામગીરી પૂર્ણ રૂપથી ન શકતા ગઇકાલના વરસાદના પોપટપરા વિસ્તારના સપ્ટેશન પર ઝાડવું પડતા વિસ્તારના પોપટપરા, રઘુનંદન, જંકશન પ્લોટ, ગાયકવાડી સહિતના બેડીનાકા સબડીવીઝન નીચે આવતા વિસ્તારોમાં ત્રણથી ચાર કલાક સુધી વિજ પુરવઠો ખોરવાય ગયો હતો.

અસહ્ય ગરમી અને જયાપાર્વતીનું દિકરીઓને જાગરણ હોવાથી લોકો વિજળી જતા મુશ્કેલીમાં મૂકાય ગયા હતાં ત્યારે જાગૃત કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાની વિસ્તારવાસીઓએ રજુઆત કરતા બેડીનાકા સબડીવીઝનના ઇજનેરશ્રી સાથે વાત કરી તાત્કાલીક ધોરણે વીજ ફોલ્ટ દૂર કરવા અને વિજ પુરવઠો શરૂ કરવા રજૂઆત કરાઇ હતી અને સતત ટેકનિકલ સ્ટાફ અને લોકો સાથે સંપર્કમાં રહી રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ વિજ પુરવઠો પુનઃ શરૂ કરાવાયો હતો.

(4:28 pm IST)