Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

રૂ. છ લાખનો ચેક પાછો ફરતા જેકાર્ડ કેબ ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારો સામે ફરિયાદ

રાજકોટ તા ૧૯  :  રાજકોટના રહીશ ભગવાનજીભાઇ શિવાભાઇ મોલિયાએ જેકાર્ડ કેબ ઇન્ડસ્ટ્રીઝ તથા તેના ભાગીદારો પ્રદિપ ડાયાલાલ અકબરી તથા ધ્રુવ કાનજીભાઇ અકબરી ઠે. કૈલાશપતિ સોસાયટી શેરી નં.-૩, નહેરૂનગર, ૮૦ ફૂટ રોડ, ઢેબર રોડ સાઉથ, અટીકા, રાજકોટના સામે નેગો. ઇન્સ્ટ્રુમેનટ એકટ હેઠળ રૂ. ૬,૦૦,૦૦૦/- નો ચેક ડીસ ઓનર થતાં રાજકોટ કોર્ટમાં ફોજદારી ફરીયાદ દાખલકરેલ છે.

ફરીયાદની વિગતો મુજબ ફરીયાદી તથા તહોમતદાર નં.ર,૩ ના પિતાશ્રી પાતા મેઘપર ગામના રહેવાસી હોય, વર્ષો જુની મિત્રતાના સબંધ છે. જે સબંધની રૂએ તહોમતદારે તેની પેઢીના ઉત્કર્ષ અને વિકાસ માટે ફરીયાદી પાસેથી બે ટુકડામાં રૂ. ૬,૦૦,૦૦૦/- હાથ ઉછીના સ્વરૂપે મેળવેલ. મે-૨૦૧૯માં ફરીયાદીએ તહોમતદાર પાસેથી તેની રકમ પરત માંગતા પ્રદિપ ડાયાલાલ અકબરીએ તેની ભાગીદારી પેઢી વતી બેંક ઓફ ઇન્ડિયા, ભકિતનગર શાખા, રાજકોટનો રૂા ૬,૦૦,૦૦૦/- નો ચેક ઇસ્યુ કરી ફરીયાદીને સોંપી આપેલ.

ઉપરોકત ઉલ્લેખેલ ચેકની વસુલાત મેળવવા ફરીયાદીએ તેના બેંક એકાઉન્ટમાં રજુ રાખતાં રકમના અભાવે ચેક પરત ફરેલ, જેથી ફરીયાદીએ તહોમતદારોને ચેક ડીસઓનરની જાણ કરતી નોટીસ પાઠવેલ, જે નોટીસ તહોમતદારોને યોગ્ય રીતે બજી ગયા બાદ તેઓએ વકીલ મારફત ઉડાઉ જવાબ પાઠવી, ડીસઓનર થયેલ ચેકની રકમ ફરીયાદીને નહીં ચુકવતા ફરીયાદી દ્વારા રાજકોટ કોર્ટમાં ફરીયાદ દાખલ કરવામાંઆવેલ છે.

આ કામમાં ફરીયાદી ભગવાનજીભાઇ મોલીયા વતી વિકાસ શેઠ, અલ્પા શેઠ તથા  વિવેક ધનેશા એડવોકેટ દરજ્જે રોકાયેલ છે.

(4:26 pm IST)