Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

૧૯ જુલાઈ : આજે બેન્કોના રાષ્ટ્રીયકરણને ૫૦ વર્ષ થયા

૧૯૬૯માં ૮૨૦૦ શાખાઓ હતીઃ હાલમાં દેશમાં રાષ્ટ્રીયકૃત બેન્કોની ૯૩૦૦૦થી વધુ બ્રાન્ચો કાર્યરત છે

   ૧૯ જુલાઈ ૧૯૬૯ ના દિવસે તે વખતના પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધી એ ક્રાંતિકારી પગલું ભરી  દેશની ૧૪ બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવાનો નિર્ણય કર્યો. તે વખતે દેશમાં બેન્કોનું સંચાલન ખાનગી ઉદ્યોગપતિઓ અને મૂડીપતિઓ કરતા હતા. ખાનગી બેન્કોના સંચાલકો દ્વારા એક ચોક્કસ રણનીતિ મુજબ એટલે કે તેઓની મુનસફી મુજબ બેંકો ચાલતી હતી.

તે વખતે સરકારે ખુબ વિચારણા ને અંતે યોજનાબદ્ઘ રીતે દેશના વિકાસ માટે બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવું તેવો નિર્ણય લેવામાં આવ્યો. આ એલાન ને પગલે બેન્કના સંચાલકો તેમજ અન્ય રાજકીય પક્ષો દ્વારા તેનો ઘણો વિરોધ પણ થયો અને કાયદાનો સહારો લઇ તેને રોકવાની કોશિશો થઇ હતી. આ કોશિશો કોણે કરી હતી તે એક અલગ વિષય છે તેમ છતાં તે વખતનાં પ્રધાનમંત્રીનો દેશ હિત નો નિર્ણય બદલી શકાયો નહિ અને ૧૯ જુલાઈ ૧૯૬૯ નાં રોજ ૧૪ બેન્કોનું રાષ્ટ્રીયકરણ થયું.

આ રાષ્ટ્રીયકરણ પાછળ તર્ક અને સચોટ દલીલો તેમજ કારણો આપવામાં આવ્યા. રાષ્ટ્રીયકરણથી સરકાર બેન્કોને પોતાની રીતે બેંકો સંચાલિત કરવા સક્ષમ થઇ જશે. દેશના છેવાડાના માનવી સુધી બેન્કિંગ સેવા પહોચાડવામાં સરળતા રહેશે. ખેડૂતો,નાના વેપારીઓ,ગ્રામીણ વિસ્તારના લોકોને બેન્કિંગ વ્યવસ્થાનો લાભ મળતો થશે અને તેઓ સાહુકારોની ચુંગાલમાંથી મુકત થશે જેવા સચોટ કારણો આપવામાં આવ્યા.

બેન્કોના રાષ્ટ્રીકરણથી દેશમાં સામાજિક એકરૂપતા આવી. રાષ્ટ્રીયકરણ પહેલા બેન્કોના માલિકો લોકોના પૈસાનો પોતાની રીતે ઉપયોગ કરતા હોવાનું તેમજ તેઓ પોતાના ધંધા વ્યવસાય માટે નાણા નો ઉપયોગ કરતા હોવાનું જણાયું હતું.નાના માણસો માટે ત્યારે બેંક એક સ્વપન સમાન હતી. રાષ્ટ્રીયકરણ થવાથી બેન્કની શાખાઓ દેશના નાના ગામડાઓ, કસબાઓ માં ખોલવી શકય બની. ખેડૂતો ,નાના વેપારીઓએ આનો લાભ મળતા તેઓ બેન્કમાં વ્યવહારો કરતા થયા અને તેઓ ઓછા વ્યાજે લોન મેળવી સમૃદ્ઘ થતા ગયા.

રાષ્ટ્રીયકરણ પહેલા ખાનગી બેન્કોનો વિસ્તાર માલિકોની મુનસફી પર થતો હતો અને જે તે વિસ્તાર પુરતી બેન્કિંગ સેવાઓ સીમિત હતી.  છતાં મોટાભાગની બેન્કોએ દેશવ્યાપી શાખાઓ ખોલી. બ્શાખાઓ વધતા જે તે વિસ્તારના લોકો તેમાં પૈસા જમા કરવા લાગતા બેન્કોની ડીપોઝીટ વધી.આના કારણે બેંકો લોકોને ઓછા વ્યાજે સક્ષમ બની. આ ઉપરાંત રાષ્ટ્રીયકરણ થતા શાખાઓ વધતાં લાખો બેરોજગાર યુવાઓને રોજગારી મળી. આ ઉપરાંત દેશના વેપારીઓ સાથે વિદેશ સાથે વ્યાપાર કરતા વેપારીઓને સરળતા થતા દેશની આર્થિક વૃદ્ઘિને વેગ મળ્યો. રાષ્ટ્રીયકરણ પહેલા ખાનગી બેન્કોના સંચાલકો બેન્કના નાણા પોતાના હિત માટે વાપરતા જયારે રાષ્ટ્રીયકરણ બાદ લોકોના પૈસા લોકો માટે વપરાવવા લાગ્યા. રાષ્ટ્રીયકરણ બાદ કોઈ એક ક્ષેત્ર ના વિકાસને બદલે સમગ્ર દેશ નો વિકાસ શકય બન્યો. રાષ્ટ્રીયકરણ થતા લોકોની બેંકો પ્રત્યે વિશ્વસનીયતા વધી જેથી બેન્કોમાં નાણા નો પ્રવાહ વધ્યો જેથી બેન્કોની ધિરાણ શકિત વધતા વધુને વધુ લોકો સુધી તેનો લાભ પહોંચ્યો. આ બાબત ખાનગી બેંક ના વહીવટ માં કદાચ શકય ન બની હોત. આજે પણ દેશનો સામન્ય જન  ખાનગી બેંકો કરતા રાષ્ટ્રીયકૃત બેંક પર વધુ વિશ્વાસ કરતા જોવા મળે છે.

   રાષ્ટ્રીયકરણ બેન્કોના વ્યાપને કારણે દેશ ની આંતરમાળખાકીય વ્યવસ્થા સુદઢ બની. સરકાર દેશના રસ્તાઓ, રેલ્વે, એરપોર્ટ કે અન્ય સુવિધાઓ માટે વધુ નાણા ફાળવવા સક્ષમ બની તેથી દેશનો આરીતે વિકાસ થતો ગયો.

સમય જતાં રાષ્ટ્રીયકૃત બેન્કોમાં રાજકીય હસ્તક્ષેપ વધતો ગયો અને તેઓની ભલામણો તેમજ અન્ય દબાણો ને કારણે બેન્કોએ અયોગ્ય લોકોને નાણા ધીર્યા અને બેંકો એનપીએ ની ચુંગાલમાં આવતી ગઈ.આ એનપીએ માટે પણ મોટાભાગે રાજકીય અને કોર્પોરેટ હાઉસ ની સાંઠગાંઠને કારણે એક મોડસ ઓપરેન્ડી અસ્તિત્વ માં આવી. જેમાં પહેલા લોન માટે ભલામણ આવે બાદમાં તે લોન સમયસર ન ભરાય ને એનપીએ થાય ત્યારે સમાધાન કરી લોન રીસ્ટ્રકચર કરી લોનની રકમ વધારવામાં આવે જેથી તે જુના એનપીએ માંથી નીકળી જાય અને અંતે જે તે કોર્પોરેટ હાઉસ હાથ ઊંચા કરી દે.આમાં પણ મોટાભાગે રાજકીય હસ્તક્ષેપ નાં કારણે પગલાં ન લઇ શકાયા.

રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાહેર કરેલા અંદાજીત આંકડા  મુજબ રાષ્ટ્રીયકૃત બેંકોમાં  ૩૧.૦૩.૨૦૧૯ સુધીનું  ગ્રોસ એનપીએ ૮,૦૬,૪૧૨ લાખ કરોડ છે.

૧૯૯૦ માં દેશમાં શરુ થયેલા ઉદારીકરણનાં દોર બાદ ખાનગી બેંકો સક્રિય બની. આ અગાઉ પણ દેશના અમુક કોર્પોરેટ હાઉસ દ્વારા ખાનગી બેંકો શરુ કરાઈ હતી. સમય જતાં આમાંથી અમુક બેંકો બંધ પડી અને અમુક બેંકો અન્ય બેંક સાથે વિલીન થવું પડ્યું. તેમ છતાં ખાનગી બેન્કોએ બહુજ સાવચેતી પૂર્વક પોતાની અસ્તિત્વ વધાર્યું.વધુ ઝડપી અને સારી સેવાના બહાના હેઠળ આ બેન્કોએ સહેરી વિસ્તારના મોટા ગ્રાહકોને પોતાના તરફ ખેચ્યાં જેની સીધી અસર રાષ્ટ્રીયકૃત બેંકો પર થઇ.રાષ્ટ્રીયકૃત બેંકો પાસે નાના વેપારીઓ અને ગ્રામ્ય વિઅસ્તાર્ના ખેડૂતો અને ગ્રાહકો રહ્યા. તેમ છતાં તેણે તેના કર્તવ્યનિષ્ઠ કર્મચારીઓ દ્વારા પોતાનું અસ્તિત્વ જાળવી રાખ્યું. રાષ્ટ્રીયકૃત બેન્કોમાં રાજકીય હસ્તક્ષેપ અને ખાનગી બેન્કોના આક્રમણ સામે રાષ્ટ્રીયકૃત બેંક નબળી પડતી ગઈ અને તેના વિલીનીકરણનો વિચાર વહેતો થયો.

ભરત દેશનો વ્યાપ જોતાં રાષ્ટ્રીયકૃત બેન્કોનો વ્યાપ વધારી તેને વધુ સક્ષમ બનાવી દેશના છેવાડાના માનવી સુધી તેની સેવા પહોચે તેવા પ્રયત્નો કરવાને બદલે સરકારે વિશ્વની મોટો બેન્કોના લિસ્ટમાં નામ લખાવવા બેન્કોનો વિલીનીકરણ નો માર્ગ અખત્યાર કર્યો. દેશનો સાચો વિકાસ કરવો હોય તો અત્યારની ખાનગી બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરી શાખાઓનો વ્યાપ વધારી વધુને વધુ લોકો સુધી બેન્કિંગ સેવા પહોચાડી શકાય તેમ છે.

અનુભવે જણાયું છે કે રાષ્ટ્રીયકૃત બેન્કોના નેટવર્ક થકી જ સરકાર તેની યોજનાઓ સુચારુ રીતે લાગુ કરી શકી છે. તે યોજનાઓ પછી નોટબંધીની હોય,જન ધન ખાતાઓની હોય, પ્રધાનમંત્રી વીમા યોજનાની હોય કે કૃષિ ક્ષેત્રે ખેડૂતોને સહાય કરવાની હોય. દરેક યોજનાઓમાં રાષ્ટ્રીયકૃત બેન્કોનો રોલ તેની છેવાડાના વિસ્તારમાં આવેલી શાખાઓ તેમજ તેના સનીસ્થ કર્મચારીઓના યોગદાન થકી પ્રસંશનીય રહ્યો છે.

બેન્કોના રાષ્ટ્રીય્કારાન્ના ૫૦ વર્ષના ઉપક્રમે સરકારે રાષ્ટ્રીયકૃત બેન્કોનો વ્યાપ વધે તેવા પ્રયત્નો કરવા રહ્યા. શકય હોય તો સક્ષમ ખાનગી બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરી દેશના છેવાડાના માનવી સુધી બેન્કિંગ સેવા પહોચે અને દેશના ખેડૂતો,ગરમીન લોકો,નાના વેપારીઓ,વિધ્યાર્થો ને તેનો વધુ લાભ મળતો થાય તે જ આજના સમયની માંગ છે.

બેંક

સ્થાપના

સ્થાપક

અલાહાબાદ બેંક

૧૮૬૫

ગ્રુપ ઓફ યુરોપિયન

બેંક ઓફ બરોડા

૧૯૦૮

મહારાજા સયાજીરાવ ગાયકવાડ-।।।

બેંક ઓફ ઈન્ડિયા

૧૯૦૬

મુંબઈ બીઝનેસ ગ્રુપ

બેંક ઓફ મહારાષ્ટ્ર

૧૯૩૫         

વી જી કાલે-ડી કે સાઠે

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા

૧૯૧૧

સોરાબજી પોચખાનવાલા-ફિરોઝશા મેહતા

કેનેરા બેંક

૧૯૦૬

એ એસ રાવ

દેના બેંક

૧૯૩૮

ચુનીલાલ/પ્રાણલાલ દેવકરણ નાનજી

ઇન્ડિયન બેંક

૧૯૦૭

વી કે ઐયર

ઇન્ડિયન ઓવરસીઝ બેંક

૧૯૩૭

એમ સી ચેટીયાર

પંજાબ નેશનલ બેંક

૧૮૯૪

લાલા લજપતરાય-દયાલ સિંહ મજીઠિયા

સીન્ડીકેટ બેંક

૧૯૨૫

ઉપેન્દ્ર પાઈ

યુકો બેંક

૧૯૪૩

ઘનશ્યામદાસ બિરલા

યુનિયન બેંક

૧૯૧૯

બીઝનેસ ગ્રુપ,સ્થાપના ગાંધીજી

યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા

૧૯૫૦

નરેન્દ્ર દત્ત્।ા

રાષ્ટ્રીયકૃત બેંક ગ્રોસ એનપીએ (નોન પર્ફોર્મીંગ એસેટ) ૩૧.૩.૨૦૧૯ સુધી

બેંક

એનપીએ

એનપીએ

% વધારો

 

૩૧-૩-૨૦૧૭

૩૧-૩-૨૦૧૯

૨૦૧૭થી

 

સુધી

 

૨૦૧૯ સુધીમાં

અલ્લાહાબાદ બેંક

૨૦૫૨૦

૨૮૬૯૮

૩૯.૮૫%

આન્ધ્ર બેંક

૧૭૬૭૦

૨૮૯૭૪

૬૩.૯૭%

બેંક ઓફ બરોડા

૩૪૯૩૫

૪૦૩૮૮

૧૫.૬૧%

બેંક ઓફ ઇન્ડિયા

૪૨૭૨૪

૫૧૧૬૭

૧૯.૭૬%

બેંકઓફ મહારાષ્ટ્ર

૧૭૧૮૯

૧૫૩૨૪

-૧૦.૮૫%

કેનેરા બેંક

૩૧૮૦૧

૩૬૧૬૫

૧૩.૭૨%

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા

૨૭૨૫૧

૩૨૩૫૬

૧૮.૭૩%

કોર્પોરેસન બેંક

૧૭૦૪૫

૨૦૭૨૪

૨૧.૫૮%

દેના બેંક

૧૨૬૧૯

૧૨૬૭૮

૧.૧૮%

ઇન્ડિયન બેંક

૯૫૮૮

૧૩૧૫૮

૩૭.૨૧%

ઇન્ડિયન ઓવરસીઝ બેંક

૩૨૫૨૧

૩૨૪૧૬

-૦.૩૩%

ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ

૨૨૮૫૯

૨૧૭૧૭

-૫.૦૦%

પંજાબ એન્ડ સિંધ બેંક

૬૨૯૮

૮૬૦૬

૩૬.૬૫%

પંજાબ નેશનલ બેંક

૫૩૧૨૧

૭૬૭૨૪

૪૪.૪૩%

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા

૧૦૫૫૪૯

૧૭૦૮૧૩

૬૧.૮૩%

સીન્ડીકેટ બેંક

૧૫૬૬૨

૨૨૩૪૮

૪૨.૭૦%

યુકો બેંક

૨૧૬૯૯

૨૯૨૩૩

૩૪.૭૨%

યુનિયન બેંક ઓફ ઇન્ડિયા

૩૦૯૨૮

૪૭૫૫૪

૫૩.૭૬%

યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા

૧૦૯૫૨

૧૨૦૫૩

૧૦.૦૬%

વિજયા બેંક

૬૩૮૨

૮૯૨૩

૩૯.૫૨%

   (પ્રેસ ઇનફોર્મેસન બ્યુરો ૦૯જુલાઈ ૨૦૧૯ પ્રેસ રીલીઝ મુજબ)

:: આલેખન ::

ભાવેશ આચાર્ય

બેંક ઓફ બરોડા,  રાજકોટ

(મો. 94272 14772/ bacharya62@gmail.com

(4:22 pm IST)