Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

જાગરણની રાતે ભકિતનગર, આજીડેમ, થોરાળા પોલીસે અનેક રોમીયોને પાઠ ભણાવ્યા

રાજકોટ તા. ૧૯: જાગરણની રાતે પૂર્વ વિભાગના પોલીસ મથકો ભકિતનગર, થોરાળા પોલીસ સ્ટેશન તથા આજીડેમ પોલીસ મથકના પી.આઇ. વી. કે. ગઢવી, બી. ટી. વાઢીયા અને એમ. જે. રાઠોડ તથા ટીમ દ્વારા ડીસીપી રવિકુમાર સૈની તથા એસીપી પૂર્વ એચ. એલ. રાઠોડની સુચના હેઠળ અનેક શખ્સોને રોમીયોગીરી કરતાં હોઇ પાઠ ભણાવાયો હતો.

પોલીસે ચેકીંગ દરમિયાન દારૂ પી વાહન હંકારવાનો એક કેસ, છરી સાથે રાખવાના બે કેસ, ૮૭ એન. સી. કેસ કરી રૂ. ૮૭૦૦નો દંડ, ૧૨૪ વાહનોના ચાલકોને ઇ-મેમો અપાયો હતો. તેમજ ૮ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતાં. તેમ એસીપી એચ. એલ. રાઠોડે જણાવ્યું હતું.

(4:07 pm IST)