Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

જે. જે. કુંડલીયા કોલેજમાં રોજગારલક્ષી તાલીમ

રાજકોટઃ રાજકોટની શ્રીમતી જે. જે. કુંડલિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને બી.બી.એ. કોલેજમાં વિદ્યાર્થીઓને રોજગારી લક્ષી તાલીમ અને માર્ગદર્શન અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. શ્રી લાભુભાઇ ત્રિવેદી ઇન્સ્ટિટયુટ ઓફ એન્જિનીયરીંગ કોલેજમાં ચાલતા પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્રના સ્કીલ ઇન્ડિયા પ્રોગ્રામના સંચાલક જીતુભાઇ દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને વિવિધ કોર્ષ જેવા કે LED લાઇટ રીપેરીંગ, CRM ડોમેસ્ટિક વોઇસ ઓટોમોટીવ સર્વિસ ટ્રેકની શીયનના કોર્ષ વિશે સમજૂતી આપીને તેઓને તાલીમ માટે પ્રોત્સાહિત કર્યા તેમાંથી લગભગ ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓએ આવી તાલીમ લેવા માટે ઉત્સાહીત થઇ કાર્યક્રમને સફળ બનાવ્યો. તેમાં પ્રિન્સીપાલ ડો. યજ્ઞેશભાઇ જોષીના માર્ગદર્શન નીચે 'ઉદિશા કલબ'ના કો. ઓર્ડીનેટર ડો. નયના રાવલ તથા ડો. મંજુલાબેન તરપદા તેમજ સમગ્ર સ્ટાફમિત્રો એ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

(3:46 pm IST)