Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

શહેરવાળાએ ઉજાગરા આંજયા, ગામડાવાળાઓએ જાગરણ પર્વ ઉજવ્યું

રાજકોટઃ ગ્રામીણ સંસ્કૃતિ અને શહેરી સંસ્કૃતિમાં નોંધપાત્ર ફેરફાર છે તેની ઝલક ગઇકાલે જયાપાર્વતીના જાગરણમાં રેસકોર્ષ રીંગ રોડ પર જોવા મળેલ. શહેરી સંસ્કૃતિ ઉછળતી જોવા મળેલ. ગામડાની સંસ્કૃતિ ઉભરતી દેખાઇ હતી. શહેરની 'છુટછાટ' સામે ગામડાવાળાઓએ મર્યાદા દેખાડી હતી. જાગરણની રાત્રે નીકળેલા કેટલાય શહેરીજનોના વેશ-પહેરવેશ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ દેખાડતા હતા. તસ્વીરમાં દેખાય છે તે ગામડાનું ગ્રુપ છકડો રીક્ષામાં બેસી જાગરણ કરવા આવેલ. દરેક બાબતમાં તેમની ગૌરવવંતી સંસ્કૃતિ દેખાઇ આવતી હતી. શહેરી ઉજાગરા સામે તેમણે ગ્રામીણ ઢબે આનંદથી જાગરણ પર્વ મનાવ્યું હતું. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:35 pm IST)