Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

રેસકોર્ષ રીંગ રોડ પર દારૂ ઢીંચી કાર લઈને નીકળેલા બે શખ્સો પકડાયા

રાજકોટ, તા. ૧૯ :. શહેરના રેસકોર્ષ રીંગ રોડ પર દારૂ ઢીંચી કાર લઈને નીકળેલા બે શખ્સો તથા બાઈક લઈને નીકળેલા બે શખ્સોને પોલીસે પકડી લઈ કાયદાનું ભાન કરાવ્યુ હતું.

મળતી વિગત મુજબ પ્રદ્યુમનનગર પોલીસ મથકના એએસઆઈ તૃષાબેન બુહા તથા હેડ કોન્સ. અશોકભાઈ કલાલ, કોન્સ. અશોકભાઈ તથા જયેન્દ્રસિંહ સહિત રાત્રે પેટ્રોલીંગમા હતા ત્યારે રેસકોર્ષ રીંગ રોડ પર એન.સી.સી. ચોક પાસેથી દારૂ ઢીંચી કાર સર્પકાર રીતે ચલાવતા કરણ કિશોરભાઈ કોળી (રહે. બામણબોર)ને પકડી લીધો હતો. બાદ બહુમાળી ભવન પાસેથી દારૂ પી બાઈક લઈને નીકળેલો જગદીશ ઘેલાભાઈ બથવાર (રહે. ગઢકા ગામ)ને તથા વિપુલ ઉર્ફે રાખો દિનેશભાઈ જરખીયા (રહે. ૧૫૦ ફુટ રોડ બાલાજી હોલ સાગર ચોક)ને પીધેલી હાલતમાં પકડી લઈ કાર્યવાહી કરી હતી. જ્યારે તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ. એ.જી. રાઠોડ તથા મહાવીરસિંહ સહિત પેટ્રોલીંગમા હતા ત્યારે ઓમનગર વરૂડી હોટલ પાસેથી વિશાલ મજીબભાઈ ચૌહાણ (રહે. સંત કબીર રોડ સરદાર સ્કૂલ પાછળ) દારૂ પી કાર લઈને નીકળતા તેને પકડી લઈ કાર્યવાહી કરી હતી.

(3:34 pm IST)