Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

એડવોકેટ સગપરીયા સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં થયેલી ફરીયાદ ખોટીઃ બાર એસોસીએશન

રાજકોટ, તા., ૧૯: એડવોકેટ સચિન સગપરીયા પર ગત ૧૬ જુલાઇના રોજ થયેલા હુમલાના આરોપી અતુલ રાવલ દ્વારા તેમની સામે થયેલી ફરીયાદ ખોટી હોવા અંગે આજે રાજકોટ બાર એસોસીએશનના સેક્રેટરી જીજ્ઞેશ એન.જોષી એડવોકેટ, કે.સી.વ્યાસ સહિતના વકીલોએ પોલીસ કમિશ્નર સમક્ષ ફરીયાદ ખોટી હોવા અંગે રજુઆત કરી હતી.

એડવોકેટ સચીન સગપરીયાએ લેખીત રજુઆતમાં જણાવેલ કે, અમો રાજકોટ મુકામે ઋષીકેશ સોસાયટી મુકામે રહીએ છીએ. જયાં અમારી સામે મકાનમાં અતુલ પોપટભાઇ રાવલ નામના રહે છે અને તે ખુબ જ ઝઘડાખોર અને ઝનુની સ્વભાવના હોય તેમજ અમારી આખી સોસાયટીમાં રહેતા વ્યકિતઓ તેઓના ત્રાસથી ખુબ જ ત્રાહીમામ છે તે મુજબની અરજીઓ પણ સોસાયટીના સભ્યો દ્વારા અવાર-નવાર કમિશ્નરશ્રીને આપવામાં આવેલ છે.  તેમ છતા આજદિન સુધી અતુલ રાવલ સામે કોઇ કાર્યવાહી કરવામાં આવેલ નથી અતુલ રાવલે ગત ૧૬ મી તારીખના રોજ સાંજે પ થી ૬ દરમિયાન અગાઉના ઝઘડાનો ખાર રાખી યુનિવર્સિટી રોડ આયુર્વેદ હોસ્પીટલ પાસે મને રોકી ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી પાઇપથી હુમલો કર્યો હતો. જે અંગે અમે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. સ્થળ પરથી જ તેની અટક કરવામાં આવી હતી.  આ વખતે અતુલ રાવલે ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટેની નીતી અપનાવી મારા વિરૂધ્ધ પોલીસ સ્ટેશનમાં ખોટી ફરીયાદ નોંધાવી છે.

અમારી માંગણી છે કે બનાવ સ્થળ આજુબાજુના સીસીટીવી ફુટેજ તેમજ સાક્ષીઓના નિવેદન લઇ અતુલ રાવલે કરેલી ખોટી ફરીયાદ રદ કરવામાં આવે, આરોપી અતુલ રાવલ તરફે રાજકોટ બાર એસોસીએશન તરફથી કોઇ વકીલ પણ રોકાશે નહિ.

(3:33 pm IST)