Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

પાઠક વિદ્યા મંદિરમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી

રાજકોટઃ ગુરૂપૂર્ણિમા પ્રસંગે પાઠક વિદ્યામંદિરમાં વિદ્યાર્થીઓએ ગુરૂ મહિલા વર્ણવતું નાટક રજુ કર્યું હતું કેટલાક વિદ્યાર્થીઓએ ગુરૂમહિમા ગાન કર્યું વિદ્યાર્થીઓએ વકતવ્ય આપ્યા ત્યારબાદ શાળાના આચાર્યા કલ્પનાબેન દ્વારા માં સરસ્વતીનું પૂજન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓએ મોં મીઠા કરી માતા સરસ્વતીના આશીર્વાદ મેળવ્યા વિદ્યાર્થીઓ દ્વારા તમામ ગુરૂજનોને કુમકુમ તિલક કરી પૂજન કરી શુભેચ્છા કાર્ડ તૈયાર કરી અર્પણ કર્યા હતા. શાળાના ટ્રસ્ટી અતુલભાઇ બલદેવે જણાવ્યું હતું કે આજના યુગમાં ભારત દેશના ગુરૂનું જ્ઞાન લઇ સમગ્ર વિશ્વમાં સુવાસ ફેલાવે છે. માત્ર ભારતમાં જ ગુરૂ પોતાનું જ્ઞાન વિદ્યાર્થીઓને ધર્મ, સંસ્કારની બાબતથી સમજાવવામાં આવે છે. દરેક વિદ્યાર્થીની પ્રકૃતિ અલગ હોય છે. બધાજ ડોકટર કે એન્જીનીયર બનતા નથી પણ જેને જે ક્ષેત્રમાં રસ હોય તેમાં મહેનત કરે તો આગળ વધી શકે. શાળાના શિક્ષક મનીષ પરમારે વાંસળીની સુંદર સુરાવલીઓ દ્વારા દિપક જોષીના તબલાના તાલે વાતાવરણને સંગીતમય બનાવી દીધું. કાર્યક્રમનું સંકલન મનોજ રૂપારેલિયાસર દ્વારા કરવામાં આવ્યું હતું. તે સમયની તસ્વીર.

(3:31 pm IST)