Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

ગઢડીયાના હંસાબેન કોળી પર ખડવાવડીમાં નણંદના દિયર પ્રવિણનો છરીથી હુમલો

નણંદને હેરાન કરતો હોઇ સમજાવવા જતાં ગળા પર ઘા ઝીંકયા

રાજકોટ તા. ૧૯: જસદણના ગઢડીયામાં રહેતાં હંસાબેન બળવંતભાઇ ધાડવી (ઉ.૩૪) નામના ચુંવાળીયા કોળી મહિલા પર જસદણ ભાડલાના ખડવાવડી ગામે તેના નણંદ ગીતાબેન રસિકભાઇ પરમારના દિયર પ્રવિણ ધીરૂભાઇ પરમારે છરીથી હુમલો કરી ગળા પર ઘા ઝીંકી દેતાં ભાડલા સારવાર લઇરાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં.

હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને દિપસિંહ ચોૈહાણે ભાડલા પોલીસને જાણ કરી હતી. હંસાબેનના પતિ ખેતી કરી ગુજરાન ચલાવે છે. તપાસમાં ખુલ્યા મુજબ હંસાબેનના નણંદ ખડવાવડી સાસરે છે. તેણીને તેનો દિયર પ્રવિણ નાની નાની વાતે હેરાન કરી માથાકુટ કરતો હોઇ પોતે પ્રવિણને સમજાવવા જતાં તે વધુ ઉશ્કેરાયો હતો અને હવે તો ગીતાને પતાવી જ દેવી છે...તેમ કહી છરી લઇ દોડતાં હંસાબેન આડા પડતાં તેના ગળામાં ઘા ઝીંકી દેવાયા હતાં. ભાડલા પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

(1:13 pm IST)