Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

મોટી મોલડીમાં ફાકી ખાવા ઉભેલા વિપુલ ડાભી પર છરીથી હુમલો

ભરત, વિનુ, રમેશ અને દિપકે સામુ શું જોવે છે કહી ડખ્ખો કર્યો

રાજકોટ તા. ૧૯: ચોટીલાના મોટી મોલડીમાં રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં વિપુલ કાળાભાઇ ડાભી (ઉ.૨૬) નામના કોળી યુવાનને સાંજે છએક વાગ્યે ગામમાં પાનની દૂકાને ફાકી ખાવા ઉભો હતો ત્યારે ભરત, વિનુ, રમેશ અને દિપક કોળીએ ઝઘડો કરી ઢીકા-પાટુનો માર મારી મોઢા પર છરીથી ઇજા કરતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ અને દિપસિંહે ચોટીલા પોલીસને જાણ કરી હતી.  વિપુલના સગાના કહેવા મુજબ વિપુલ ફાકી ખાવા ઉભો હતો અને ભરત સહિતના ત્યાં આવ્યા હતાં અને સામુ શું જોવે છે? તેમ કહી ઝઘડો કરી હુમલો કર્યો હતો.

(1:13 pm IST)