Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

નવુ કૂકર લેવા મામલે ઝઘડો થતાં ભાવના રાઠોડે ફિનાઇલ પી લીધી

પેડક રોડ પર આવેલા આવાસ કવાર્ટરમાં બનાવ

રાજકોટ તા. ૧૯: પેડક રોડ પર આવેલા આવાસ યોજના કવાર્ટરમાં રહેતી ભાવનાબેન સંદિપ રાઠોડ (વાલ્મિકી) (ઉ.૩૦) રાત્રીના ફિનાઇલ પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના હેડકોન્સ. મહેન્દ્રભાઇ પરમાર અને દિપસિંહ ચોૈહાણે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

ભાવનાબેનના લગ્ન એક વર્ષ પહેલા જ થયા છે. પતિ ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. તેના સગાના કહેવા મુજબ ભાવનાબેન સાંજે રસોઇ કરવાની તૈયારમાં હતાં ત્યારે કૂકર તૂટી જતાં પતિને રાતપાળીમાં જવું હોઇ તાત્કાલીક નવુ કૂકર લેવા જવા બાબતે ચડભડ થતાં માઠુ લાગી જતાં તેણીએ આ પગલુ ભર્યુ હતું.

(1:12 pm IST)