Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

આવતા બુધવાર સુધી છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટાથી માંડી મધ્યમ વરસાદ પડશે : રવિ - સોમ વધુ જોર

બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ્સ બનશે, હાલના અનુમાનો મુજબ ૫૦% શકયતાઃ સૌરાષ્ટ્રના કોસ્ટલ વિસ્તારો અને દ.ગુજરાતમાં વધુ ફાયદોઃ પવનનું જોર પણ ઘટશે

રાજકોટ, તા. ૧૯ : રાજકોટ શહેરમાં ઘણા દિવસો બાદ મેઘરાજા વરસી ગયા. દરમિયાન એક ખાનગી વેધર સંસ્થાના જણાવ્યા મુજબ આવતા બુધવાર સુધી છુટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જેમાં રવિ-સોમ વધુ શકયતા રહેલી છે. સૌરાષ્ટ્રના કોસ્ટલ વિસ્તારો અને દક્ષિણ ગુજરાતને વધુ લાભ મળે તેવી શકયતા છે. હાલના અનુમાનો મુજબ બંગાળની ખાડીમાં આ મહિનાના અંતમાં એક મજબૂત સિસ્ટમ્સ બની રહી છે.

બંગાળ ની ખાડી માં એક અપર એર સાઇકલોનિક સરકયુલેશન થયેલ.હાલ ૧.૫ કિ.મી. થી લઇને ૫.૮કિ.મી.પર અલગ અલગ વિસ્તાર પર છવાયેલ છે.હાલ ૩.૧ કિ.મી. પરનું યુ.એ.સી ૧૬.૯૪ ડિગ્રી નોર્થ, ૮૬.૮૭ ડિગ્રી ઈસ્ટ આસપાસ છવાયેલ છે.૫.૮કિ.મી.નો યુ.એ.સીનો જુકાવ પશ્ચિમી હોય ,દક્ષિણ ના રાજયો માં વધુ અસરકર્તા રહેશે. તા.૨૧ આસપાસ યુ.એ.સી મહારાષ્ટ્ર સુધી આવે તેમ છે.તેની અસર થી રાજયના વિસ્તારો માં ૩.૧કિ.મી. લેવલે ભેજનું પ્રમાણ વધશે. વાતાવરણ માં સુધારો જોવા મળશે.

તા.૨૪ જુલાઈ સુધી રાજયના છૂટા છવાયા વિસ્તારમાં ઝાપટા, હળવો, તો કયાંક મધ્યમ વરસાદ જોવા મળે તેવી શકયતા છે અને કોઈ કોઈ વિસ્તારમાંઙ્ગ ગાજવીજ પણ જોવા મળશે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં કોસ્ટલ વિસ્તારોમાં વધુ ફાયદો થાય તેવી શકયતા છે. અને સૌરાષ્ટ્ર કરતા દક્ષિણ ગુજરાતમાં વરસાદની માત્રા ને વિસ્તાર વધુ જોવા મળે તેવી શકયતા છે.

તા.૨૧, ૨૨ જુલાઈના વરસાદી એકટીવીટી વધુ જોવા મળશે. તા.૨૩ થી ક્રમશઃ વિસ્તાર ઘટતો જશે.

હાલ પવનની માત્રા છે તેમાં પણ ઘટાડો જોવા મળશે અને આગાહીના પાછલા દિવસોમાં વિસ્તાર પ્રમાણે પવનનું જોર થોડું વધશે.

આ મહિનાના અંતમાં બંગાળની ખાડીમાં મજબુત સિસ્ટમ બને તેવી શકયતા ૫૦% છે. તેમજ ગુજરાત નજીક આવવાની શકયતા પણ જોવાય છે. આવનારા દિવસો વરસાદ ના સારા રાઉન્ડ ના સમાચાર આવે તેવી આશા છે.

(11:33 am IST)