Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

રેશમા પટેલ વિરૂધ્ધ સોશિયલ મિડીયામાં અભદ્ર ટિપ્પણી કરનારો જેતપુરનો મનીષ ઠુંમર ઝડપાયો

રાજકોટ તા. ૧૯ : 'પાસ'ના પૂર્વ કન્વીનર રેશમા પટેલ વિરૂધ્ધ સોશિયલ મિડીયામાં અભદ્ર ટિપ્પણી કરનારા મનીષ ઠુંમરની અમદાવાદ ક્રાઇમ બ્રાંચે જેતપુરથી ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાંચના પી.આઇ. વી.બી.બારડના જણાવ્યા મુજબ ૨૦૧૭માં આરોપીએ રેશમા પટેલ વિરૂધ્ધ વોટ્સએપ, ફેસબુક અને ટવીટર પર અભદ્ર ટિપ્પણી કરી હતી. તે સમયે આ ગુનો નોંધાયો હતો.(૨૧.૨૨)

(4:22 pm IST)