Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

મેટોડામાં અપશબ્દો બોલવાની ના પાડતાં યુપીની પરિણીતા પર હુમલો

સંતોષ ઉર્ફ પ્રધાને લોખંડનો પાઇપ ફટકારી દીધો

રાજકોટ તા. ૧૯: મેટોડા જીઆઇડીસીમાં સૂર્યા રબ્બર પાસે પતિ સાથે રહેતી કંચન રમેશ રાજભર (ઉ.૨૫) નામની યુપીની પરિણીતાને તેના જ વતનના સંતોષ ઉર્ફ પ્રધાને માથામાં પાઇપ ફટકારી દેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

કંચનના કહેવા મુજબ તે ચાલીને જતી હતી ત્યારે સંતોષે પાછળ પાછળ આવી અપશબ્દો બોલતાં તેને આવું બોલવાની ના પાડતાં ઝઘડો થયો હતો.બાદમાં પોતે આ બાબતની ફરિયાદ કરવા સંતોષની પત્નિ પાસે જતાં સંતોષ પણ પાછળ આવ્યો હતો અને પાઇપથી હુમલો કરી ભાગી ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી.

(4:22 pm IST)