Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

અતિ ઘાતક પોઈઝનના બે દર્દીઓની સફળ સારવાર કરતા ગીરીરાજ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો

નિમિત નવજીવન મંત્રને સાર્થક કરતા ડો. મયંક ઠક્કર, ડો. તુષાર પટેલ, ડો. વિશાલ સદાતીયા * લોહી શુદ્ધીકરણનું આધુનિક મશીન સમગ્ર સૌરાષ્ટ્ર - કચ્છમાં સૌપ્રથમ ગીરીરાજ હોસ્પિટલમાં ઉપલબ્ધ

રાજકોટ : શ્રી ગિરીરાજ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના નિષ્ણાંત તબીબો ડો.તુષાર પટેલ, ડો. મયંક ઠક્કર, ડો.વિશાલ સદાતીયા ''અકિલા'' કાર્યાલયે નજરે પડે છે. નીચે એચડીએફ મશીન નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા. ૧૯ : નિમિત નવજીવનમાંના ઉમદા ધ્યેય સાથે કાર્યરત જાણીતા તબીબોની શ્રી ગિરીરાજ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ એન્ડ ઈન્સ્ટીટ્યુટ ઓફ ક્રિટીકલ કેર દર્દીઓને આધુનિક, ઝડપી અને અસરકારક સારવાર ઉપલબ્ધ કરાવવા હંમેશા પ્રયત્નશીલ રહે છે. તાજેતરમાં એચડીએફ મશીન દ્વારા ઘાતક જીવલેણ ટીકડાના દર્દીઓને ખૂબ ઝડપથી સારવાર કરી નવજીવનમાં નિમિત બન્યા છે.

શ્રી ગિરીરાજ હોસ્પિટલના ક્રિટીકલ કેર નિષ્ણાંત ડો.મયંક ઠક્કર, ડો.તુષાર પટેલ અને ડો.વિશાલ સદાતીયાએ બે દર્દીઓની અતિ ઘાતક ગણાતુ પોઈઝનવાળા દર્દીઓની ઝડપી, અસરકારક અને સફળ સારવાર કરી છે. એચડીએફ મશીન સૌપ્રથમ સમગ્ર સૌરાષ્ટ્ર - કચ્છમાં માત્ર શ્રી ગીરીરાજ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે.

શ્રી ગીરીરાજ મલ્ટીસ્પેસીયાલીટી હોસ્પિટલ જે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની પ્રથમ હરોળની માનવતાવાદી, મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ તરીકે જાણીતી છે તેના અનુભવી અને નામાંકિત ડોકટરો શ્રેષ્ઠ ક્રિટીકલ કેરની સારવાર માટે દર્દીઓના શબ્દકોશમાં સમાવિષ્ટ થયેલ છે.

ગીરીરાજ હોસ્પિટલની તાજેતરમાં બે કેસ (એક ૨૭ વર્ષની યુવતી, બીજો ૨૪ વર્ષનો યુવક) ઘઉંમાં નાખવાની ગોળીઓ જે ખુબ જ કાતિલ ઝેર ગણવામાં આવે છે તેની ગોળીઓ ખાઇ. અત્રે શ્રી ગીરીરાજ મલ્ટીસ્પેસીયાલીટી હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં તાકીદની સારવાર માટે દાખલ થયેલ આ તબક્કે તેઓનું લોહીનું દબાણ માપી શકાય તેમ ન હતું, દર્દીના આત્મહત્યાના પ્રયાસને નિષ્ફળ બનાવવા ક્રીટીકલ કેર હાથ ધરતા ICU માં તબદીલ કરેલ. લોહીના રીપોર્ટસમાં આ કાતિલ ઝેર મોટા પ્રમાણમાં પ્રસરી ગયું હતું. હૃદય આ ઝેરની અસર હેઠળ માત્ર ૧૦ % કામ કરતું હતું. દર્દીના બચવાના ચાન્સીસ ૩% થી ઓછા હતા.

ક્રીટીકલ કેર નિષ્ણાંત ટીમના અથાગ પ્રયત્ન, ICUની સઘન સારવાર અને ઇશ્વરી દેવીકૃપાના  સમન્વયથી બંનેના જીવનને બચાવી લેવાયા, જેમાં સૌથી મહત્વનો ભાગ લોહી શુદ્ધિકરણના મશીનનો (Hemodiafitration machine) રહ્યો. આ મશીન દર્દીના લોહીમાં પ્રસરેલ ઝેરની અસરને ધીમી ગતિએ (કે જે મેટાબોલિક એસીડોસીસ કહેવાય છે તેને) દૂર કરી દર્દીને નવું જીવન આપ્યું. આ પ્રકારની ઓૈષધીય સારવાર દરમિયાન હૃદય બંધ થઇ જવાની પુરેપુરી શકયતા રહેલી હોય છે. ઉપરોકત મશીનને કારણે બંને દર્દીનું હૃદય પુનઃ ધબકતું થયું. બે યુવાન જિંદગી કે જે ઇશ્વરની દેન છે, તેને બચાવી લેવાઇ તેમ ગિરીરાજ હોસ્પિટલની યાદીમાં જણાવાયુ છે.

આવા કાતિલ જીવલેણ ઝેરની સારવાર માટે HDF મશીન ખુબ જ ઉપયોગી છે, સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં આ મશીન સૌપ્રથમ ગીરીરાજ હોસ્પિટલે વસાવેલ છે.

આ જટિલ સારવાર માટે ક્રીટીકલ કેર ટીમ (ડો. મયંક ઠક્કર, ડો. તુષાર પટેલ, ડો. વિશાલ સદાતીયા) તેમજ ડો. દિવ્યેશ વિરોજા (નેફ્રોલોજીસ્ટ) અને સમગ્ર સ્ટાફની અથાગ મહેનત સફળ પુરવાર થયેલ.

(4:20 pm IST)
  • ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે 23 ગામો સંપર્કવિહોણાં:15 કોઝવે પાણીમાં ગરકાઉ access_time 8:50 pm IST

  • ડાંગમાં સાર્વત્રિક વરસાદથી અંબિકા નદીમાં પૂરની સ્થિતિ :કોઝવે પર પાણી ભરાતા છ ગામોને હાલાકી : ડાંગમાં પડેલા સાર્વત્રિક વરસાદને લઈને અંબિકા નદીમાં પુરની સ્થિતિ જોવા મળી રીહી છે. જિલ્લા બે કોઝ-વે પરથી પાણી વહી રહ્યા છે. કોઝ વે પર પાણી ભરાતા છ ગામોને અસર થઈ છે.કુમાર બંધ ના કોઝ વે પર છેલ્લા છ દિવસથી પાણી વહી રહ્યું છે access_time 1:56 pm IST

  • દેશના ટોચના સામાજિક કાર્યકર્તા સ્વામી અગ્નિવેશ સાથે મારકૂટ કરવાના મામલે આઠ લોકો સામે ગુન્હો દાખલ :ભાજપ કિશાન મોરચાના પ્રદેશ મંત્રી અનંત તિવારી,ભાજપ યુવા મોરચાના જિલ્લા અધ્યક્ષ પ્રસન્ના મિશ્રા,ભજપના જિલ્લા મહામંત્રી બલરામ ડૂબે,પાકુડના જિલ્લા મંત્રી ગોપી ડૂબે,બજરંગદળના પિન્ટુ મંડળ,અશોક પ્રસાદ,શિવકુમાર સાહા અને બદલ મંડળના નામનો સમાવેશ access_time 1:07 am IST