Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

દેવધાર (કોઠાધાર) ખોડીયાર માતાજીના મંદિરે ગોવિંદભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ

રાજકોટઃ ચાંદલી અને નિકાવા વચ્ચે આવેલા પ્રાકૃતિક અને નયનરમ્ય સ્થળ દેવધાર (કોઠાધાર) ખોડીયાર માતાજીના મંદિરે માજી વન અને પર્યાવરણ મંત્રી એવા ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ તથા માતાજીના મંદિરે માજી  ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાની આગેવાનીમાં પર્યાવરણના રક્ષણ માટેની ઝુંબેશના ભાગરૂપે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મંદિરના મહંત તેમજ નરશીભગત ટીંબડીયા, વૃક્ષાપ્રેમી ચુનીભાઈ સાવલીયા કે જેમણે મંદિર પરિસરમાં ૯૦૦થી વધુવૃક્ષો વાવીને મોટા કર્યા છે તથા ઈન્દ્રેશ્વર મહાદેવ- ધ્રોલના સાધક જાદવભાઈ સંઘાણીનું ગોવિંદભાઈ પટેલે સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. આ પ્રસંગે ધોરાજીથી સરપંચ અશ્વિનભાઈ મેનપરા, નથુભાઈ માટીયા, લક્ષ્મણભાઈ મેનપરા, મગનભાઈ નરશીભાઈ, બાબુભાઈ ટીંબડીયા, રમેશભાઈ સોજીત્રા, ડાયાભાઈ કોટડીયા, ગોરધનભાઈ કોટડીયા, જયંતીભાઈ મેનપરા, રાજેશભાઈ સોજીત્રા, ભરતભાઈ વરસાણી, નીકવાના સરપંચ રાજુભાઈ મારવીયા, ભીખાભાઈ મારવીયા, ગોરધનભાઈ મીસ્ત્રી, રાજસીભાઈ ભુવા, કેશુભાઈ બોધરા, કેશુભાઈ મારવીયા, ભાવેશભાઈ મારવિયા, ચાદેલીયાના સરપંચ વિપુલભાઈ મોરડ, મોહનભાઈ ખુંટ, છગનભાઈ મોરડ, પરસોત્તમભાઈ ખુંટ, ભૂટાભાઈ મોરડ, પરસોત્તમભાઈ વસોયા, રમેશભાઈ વસોયા, ભીખાભાઈ વસોયા, ધનાભાઈ બોઘરા, નાના વાડળાના સરપંચ કિશોરભાઈ રાંક, રમેશભાઈ મારકણા, કાંતિભાઈ સાવલિયા, ખીમજીભાઈ મારકણા, ધીરૂભાઈ સાવલિયા, સુરેશભાઈ સાવલીયા, મુના સાવલીયા, કાનજીભાઈ મારકણા, વિજયભાઈ રાંક, રાજુભાઈ સાવલીયા, માવજીભાઈ કોઠીયા, ભીમજીભાઈ પનારા, નાનજીભાઈ પટેલ, ડો.પી.વી.પરમાર, રાજકોટથી વેલજીભાઈ ટીંબડીયા, વિઠ્ઠલભાઈ ભુવા, વલ્લભભાઈ ખુંટ, ભીખાભાઈ ખુંટ, ઠાકરશીભાઈ રામાણી, કરમશીભાઈ પારસાણા, વિે. હાજર રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન નિવૃત આર.એ.ઓ.ભાગીયા, ડો.છગનભાઈ ખુંટ, પ્રદીપભાઈ સોજીત્રા, ડો.દિપકભાઈ પીપળીયા વગેરે દ્વારા થયું હતું.(૩૦.૭)

(4:19 pm IST)