Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

શાપર-વેરાવળમાં શ્રમીક પરિવારની બાળા પર દુષ્કર્મ ગુજારનાર પરપ્રાંતીય સુનીલની ધરપકડ

 શાપર-વેરાવળ, તા., ૧૯: શાપર-વેરાવળના કારખાનામાં રહેતા શ્રમીક પરિવારની બાળા પર દુષ્કર્મ ગુજારનાર પરપ્રાંતીય શખ્સની પોલીસે ધરપકડ કરી પુછતાછ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ શાપર-વેરાવળમાં આવેલ એક કારખાનામાં રહેેતા શ્રમીક પરિવારની ૧૧ વર્ષની પુત્રીને ત્યાં જ રહેતા સુનીલ કાશીનાથ બિહારી (રહે. મૂળ બિહાર)એ એકલતાનો લાભ લઇ બાથરૂમમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતું. આ અંગે ભોગ બનનાર બાળાના પરિવારજનોને જાણ થતા પોલીસમાં ફરીયાદ કરી હતી.

દરમિયાન શાપર-વેરાવળના પીએસઆઇ આર.જી.સિંધુ તથા પીએસઆઇ વાય.બી.રાણાની ટીમે આરોપી સુનીલ બિહારીની ધરપકડ કરી  આકરી પુછપરછ હાથ ધરી છે અને બાળાનું મેડીકલ ચેકઅપ કરાવવા તજવીજ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા મુજબ ભોગ બનનાર બાળાનો પરિવાર અને આરોપી બાજુ-બાજુમાં રહે છે. આરોપીને રાતપાળીમાં નોકરી હોય છે જયારે ભોગ બનનાર બાળાના માતા-પિતાને દિવસની નોકરી હોય છે. દિવસ દરમ્યાન બાળાની એકલતાનો લાભ લઇ સુનીલ બિહારીએ દુષ્કર્મ આચર્યુ હતું.(૪.૨)

(4:18 pm IST)